Not Set/ દિલ્લીમાં વધુ એકવાર odd- even ફોર્મુલા લાગુ કરવાની તૈયારીમાં સરકાર

દિલ્લીમાં વધતી જતી પ્રદુષણની સમસ્યાને જોતા દિલ્લી સરકાર દ્વારા વધુ એકવાર ઓડ-ઇવન ફોર્મુલા લાગુ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. દિલ્લીના પરિવહન મંત્રી કૈલાશ ગહેલોતે જણાવ્યું, ડીટીસીને પણ ઓડ-ઇવન ફોર્મુલાના આધારે બસોનું આયોજન કરવામાં આદેશ આપવામાં આવ્યો છે. તેમજ આ ફોર્મુલા માટે પ્રાઈવેટ અને શાળા બસોની પણ મદદ લેવામાં આવશે. આ સાથે તેઓએ જણાવ્યું, મેટ્રોમાં કરવામાં […]

India
download 36 1 દિલ્લીમાં વધુ એકવાર odd- even ફોર્મુલા લાગુ કરવાની તૈયારીમાં સરકાર

દિલ્લીમાં વધતી જતી પ્રદુષણની સમસ્યાને જોતા દિલ્લી સરકાર દ્વારા વધુ એકવાર ઓડ-ઇવન ફોર્મુલા લાગુ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. દિલ્લીના પરિવહન મંત્રી કૈલાશ ગહેલોતે જણાવ્યું, ડીટીસીને પણ ઓડ-ઇવન ફોર્મુલાના આધારે બસોનું આયોજન કરવામાં આદેશ આપવામાં આવ્યો છે. તેમજ આ ફોર્મુલા માટે પ્રાઈવેટ અને શાળા બસોની પણ મદદ લેવામાં આવશે. આ સાથે તેઓએ જણાવ્યું, મેટ્રોમાં કરવામાં આવેલો ભાવવધારો એ ઓડ-ઇવન ફોર્મુલા માટે એક પડકાર હશે.

આ ઓડ-ઇવન ફોર્મુલામાં પણ ફક્ત મોટા વાહનો માટે લાગુ થશે તેમજ આ ફોર્મુલામાં બાઈક ચલાવનારને છુટ મળશે. પરંતુ આ દરમિયાન પરિવહન મંત્રીના જણાવ્યા મુજબ મહિલાઓ માટે આ ફોર્મુલામાં છુટ આપવામાં આવશે નહિ. આ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ મહિલાઓને પણ દંડ ભરવો પડી શકે છે.