Not Set/ ભાગેડું નિત્યાનંદનો પાસપોર્ટ ભારત સરકારે કર્યો રદ્દ

ભારત સરકારે ભાગેડું નિત્યાનંદનો પાસપોર્ટ રદ્દ કરી દીધો છે. આ સાથે, તેમણે આપેલી નવી પાસપોર્ટની અરજી પણ નામંજૂર કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે શુક્રવારે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. રવિશ કુમારે કહ્યું કે, મંત્રાલયે વિદેશ સ્થિત તમામ હાઈ કમિશનને પણ નિત્યાનંદ વિશે એલર્ટ કરી દીધું છે. તેની વિરુદ્ધ કેવા પ્રકારનાં […]

Top Stories India
images 8 ભાગેડું નિત્યાનંદનો પાસપોર્ટ ભારત સરકારે કર્યો રદ્દ

ભારત સરકારે ભાગેડું નિત્યાનંદનો પાસપોર્ટ રદ્દ કરી દીધો છે. આ સાથે, તેમણે આપેલી નવી પાસપોર્ટની અરજી પણ નામંજૂર કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે શુક્રવારે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. રવિશ કુમારે કહ્યું કે, મંત્રાલયે વિદેશ સ્થિત તમામ હાઈ કમિશનને પણ નિત્યાનંદ વિશે એલર્ટ કરી દીધું છે. તેની વિરુદ્ધ કેવા પ્રકારનાં ગંભીર ગુનાનાં કેસો ચાલી રહ્યા છે તેની જાણકારી આપવામાં આવી છે.

ગુજરાત પોલીસે તાજેતરમાં કહ્યું હતું કે સ્વયંભુ બાબા નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયો છે. એવું કહેવામાં આવે છે કે તેણે દક્ષિણ અમેરિકાનાં મહાદ્વીપનાં મધ્યમાં ઇક્વાડોર નજીક એક ટાપુ ખરીદ્યો અને તેના પર એક નવો દેશ હિન્દુ રાષ્ટ્ર કૈલાસા સ્થાપ્યો છે.

જણાવી દઈએ કે 2010 માં નિત્યાનંદની એક સેક્સ સીડી બહાર આવી હતી. આ પછી તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. બાદમાં તે જામીન પર બહાર આવ્યો હતો. વર્ષ 2012 માં પણ તેના પર દુષ્કર્મનો આરોપ મૂકાયો હતો અને તે હજુ પણ સુનાવણી હેઠળ છે. આટલું જ નહીં ગુજરાતમાં સગીર છોકરા છોકરીઓને બંધક બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો અને તેના પર અત્યાચાર ગુજારવાના ગુનાહિત કેસ પણ ચાલી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.