2023 World Cup/  સાઉથ આફ્રિકા ફરી એકવાર ચોકર્સ સાબિત,ભારત અને ઓસ્ટ્રલિયા વચ્ચે રવિવારે  ફાઇનલનો મહા મુકાબલો 

બીજી સેમીફાઈનલમાં ડેવિડ મિલરની સદીની મદદથી દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરતા 49.4 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા

Top Stories Sports
4 2 2  સાઉથ આફ્રિકા ફરી એકવાર ચોકર્સ સાબિત,ભારત અને ઓસ્ટ્રલિયા વચ્ચે રવિવારે  ફાઇનલનો મહા મુકાબલો 

વર્લ્ડકપની બીજી સેમીફાઇનલમાં રોમાચંક મેચમાં ઓસ્ટ્રેલિયાએ આફ્રિકાને સેમીફાઇનલમાં 3  વિકેટથી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે….આફિકા ફરી એકવાર ચોકર્સ સાબિત થઇ.બીજી સેમીફાઈનલમાં ડેવિડ મિલરની સદીની મદદથી દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરતા 49.4 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા,જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 3  વિકેટ ગુમાવીને મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, ભારત સામે ઓસ્ટ્રેલિયાનો મહા મુકાબલો અમદાવાદમાં 19 નવેમ્બર રવિવારે યોજાશે.

ઓસ્ટ્રેલિયાએ 8મી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ ફરી એકવાર નોક આઉટ મેચમાંથી બહાર થઈ ગઈ છે અને પ્રથમ વખત ફાઈનલમાં સ્થાન મેળવવાથી ચૂકી ગઈ છે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા ડેવિડ મિલરની સદીની મદદથી 49.4 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. જવાબમાં ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડે ઓસ્ટ્રેલિયાને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે 60 રનની ભાગીદારી થઈ હતી. આ પછી મિશેલ માર્શ પણ વહેલો આઉટ થયો હતો. સ્મિથ અને હેડે ઇનિંગ્સ સંભાળી હતી પરંતુ હેડની વિકેટ પડતાં ઓસ્ટ્રેલિયાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી, જેના કારણે મેચમાં રોમાંચક સ્થિતિ સર્જાઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે 47.2 ઓવરમાં 7 વિકેટે 215 રન બનાવીને મેચ જીતી લીધી હતી.


whatsapp ad White Font big size 2 4  સાઉથ આફ્રિકા ફરી એકવાર ચોકર્સ સાબિત,ભારત અને ઓસ્ટ્રલિયા વચ્ચે રવિવારે  ફાઇનલનો મહા મુકાબલો 


આ પણ વાંચોઃ પ્રહાર/ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્રિયંકા ગાંધી પર કર્યા આકરા પ્રહાર,પાર્ટ ટાઇમ નેતા…..

આ પણ વાંચોઃ Broke The Record/ શમીનો વર્લ્ડ રેકોર્ડઃ વર્લ્ડ કપમાં 50 વિકેટ ઝડપનારો શમી પ્રથમ ભારતીય બોલર

આ પણ વાંચોઃ 2023 World Cup/ ભારતે ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી,સામીએ લીધી શાનદાર 7 વિકેટ