મારી શાળા/ જામનગરમાં આવી છે એક એવી સરકારી શાળા જ્યાં પ્રવેશ માટે લાગે છે લાંબી લાઈનો

મહાનગરપાલિકા સંચાલિત શાળા નં-1 માં પોતાના બાળકોને ભણાવવા આજુબાજુની ખાનગી શાળાઓમાંથી વાલીઓ સંતાનોને ઉઠાડીને આ શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. ચાલુ વર્ષે જ 250 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી આ શાળામાં એડમિશન લીધું છે.

Top Stories Gujarat Others
j2 જામનગરમાં આવી છે એક એવી સરકારી શાળા જ્યાં પ્રવેશ માટે લાગે છે લાંબી લાઈનો

દરેક માતપિતા પોતાના બાળકોના ઉત્તમ શિક્ષણ ને લઈ ચિંતિત હોય છે. અને શહેરની મોટામાં મોટી શાળામાં પ્રવેશ મેળવવા માટે ઉત્સુક હોય છે. અને જ્યાં પોતાનાં સંતાનને સારી કેળવણી મળે તેવી શાળા પસંદ કરે છે. જાત-જાતના અભ્યાસક્રમો અને ભાતભાતના ભણતરના વિકલ્પો આપતી શાળાઓમાં એડમીશન માટે માસ મોટી રકમ પણ ચૂકવતા હોય છે. સારી ગણાતી શાળાઓના સંચાલકો પાસે નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા સંતાનોના વાલીઓ લાચાર છે! સરકારી શાળા ઓ વિદ્યાર્થીઓના અભાવે બંધ કરવાનો વખત આવે અને ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતાં નાકે દમ આવી જાય પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ચક્ર ઉલટું ફરવાનું શરુ થયું છે.

v2 2 જામનગરમાં આવી છે એક એવી સરકારી શાળા જ્યાં પ્રવેશ માટે લાગે છે લાંબી લાઈનો

જામનગરના લાલવાડી વિસ્તારમાં એક એવી સરકારી શાળા છે કે જયાં એડમિશન માટે વેઈટીંગ લિસ્ટ છે. મહાનગરપાલિકા સંચાલિત શાળા નં-1 માં પોતાના બાળકોને ભણાવવા આજુબાજુની ખાનગી શાળાઓમાંથી વાલીઓ સંતાનોને ઉઠાડીને આ શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. ચાલુ વર્ષે જ 250 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી આ શાળામાં એડમિશન લીધું છે.

જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિની રજૂઆત સ્વીકારીને પાયાની જરૂરિયાતો સાથેની શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ કરવા માટે નવા મકાનના નિર્માણનો પ્રોજેક્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંપન્ન કરાયો છે. આ નવનિર્મિત શાળામાં ‘બિલ્ડીંગ એઝ લર્નિંગ એઇડ’ ની વિભાવનાને સાકાર કરતા વર્ગખંડો અને શાળાની લોબીમાં સુંદર શૈક્ષણિક ચિત્રો બનાવાયાં છે.

j1 8 જામનગરમાં આવી છે એક એવી સરકારી શાળા જ્યાં પ્રવેશ માટે લાગે છે લાંબી લાઈનો

સી.સી.ટી.વી. કેમેરા, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પીવાના પાણી માટે આર.ઓ. પ્લાન્ટ, ક્લાસરૂમ ફર્નિચર, સાયન્સ લેબોરેટરી, કુમાર- કન્યાઓ અને શાળાના કર્મચારીઓ માટે અલગ ટોયલેટ બ્લોક્સની સુવિધા ઉપરાંત કલા- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમત-ગમતને પ્રોત્સાહિત કરવા સ્પોર્ટ્સ કીટ અને સંગીતનાં સાધનોથી પણ આ શાળાને સજ્જ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનની સાથે સહયોગીતામાં મધ્યાહન ભોજન કાર્યક્રમ અંતર્ગત બાળકોની પૌષ્ટિક આહારની જરૂરિયાત પણ સંતોષવામાં આવી છે.

હીરાનો વરસાદ / બ્રહ્માંડમાં થઈ રહી છે હીરાની વર્ષા, શું છે રહસ્ય ?