Not Set/ સરકારનું બેટી બચાઓ અભિયાન રહ્યુ ફેઇલ, આઝમગઢમાં એક છોકરી બની સામૂહિક દુષ્કર્મનો ભોગ

યુપીનાં આઝમગઢથી એક એવી ઘટના સામે આવી રહી છે, જે હવે તમને પણ સામાન્ય લાગશે, પરંતુ આ કોઇ સામાન્ય ઘટના નથી. આ ઘટના રાજ્યમાં મહિલાઓ અને છોકરીઓની સલામતી અંગે મોટો સવાલ ઉભો કરે છે. શાળાએ જતી યુવતી સાથે દિવસનાં સમયે ગેંગરેપની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે, જ્યારે શાળા […]

Top Stories India
molestation 1569228267 સરકારનું બેટી બચાઓ અભિયાન રહ્યુ ફેઇલ, આઝમગઢમાં એક છોકરી બની સામૂહિક દુષ્કર્મનો ભોગ

યુપીનાં આઝમગઢથી એક એવી ઘટના સામે આવી રહી છે, જે હવે તમને પણ સામાન્ય લાગશે, પરંતુ આ કોઇ સામાન્ય ઘટના નથી. આ ઘટના રાજ્યમાં મહિલાઓ અને છોકરીઓની સલામતી અંગે મોટો સવાલ ઉભો કરે છે. શાળાએ જતી યુવતી સાથે દિવસનાં સમયે ગેંગરેપની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે, જ્યારે શાળા પ્રશાસને પણ આ ઘટના બાદ રજિસ્ટરમાંથી યુવતીનું નામ કાઢ્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. જો કે, શાળાનાં આચાર્ય અને પોલીસે પણ તેનાથી સંબંધિત આક્ષેપોને નકારી કાઠ્યા હતા અને તેને ફક્ત અફવા ગણાવી હતી.

આ મામલો આઝમગઢનાં સરાયમીર વિસ્તાર સાથે સંબંધિત છે, જ્યાં ગત ગુરુવારે (19 સપ્ટેમ્બર) નાં રોજ આ ઘટના બની હતી. પરિવારે ત્રણ દિવસ બાદ આ ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે યુવતી સ્કૂલ જઈ રહી હતી ત્યારે એક એસયુવીમાં બે શખ્સોએ તેનો પીછો કર્યો અને બળજબરીથી તેને ગાડીમાં બેસાડીને લઇ ગયા. તેમણે એક પછી એક તે યુવતી પર દુષ્કર્મ આચર્યુ અને બાદમાં તેને એકાંત જગ્યાએ છોડી દીધી. પસાર થતા લોકોની તેના પર નજર પડી અને તેને તાત્કાલિક શાળાએ પહોચાડવામાં આવી, પરંતુ પોલીસને બોલાવવાને બદલે આચાર્યએ તેના પરિવારજનોને બોલાવ્યા અને તેને લઈ જવા કહ્યું અને શાળાએ આવવા પર પ્રતિબંધ પણ મૂક્યો.

જો કે, આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ, આચાર્યએ તેમ કહી પોતાનો બચાવ કર્યો કે તેણે છોકરીને બધું શાંત ન થાય ત્યાં સુધી ફક્ત થોડા દિવસ ઘરે જ રહેવાનું કહ્યું હતુ. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની સંસ્થા રાજ્ય સરકાર દ્વારા શાળા તરીકે માન્યતા નથી અને તે એક બહુ ઓછી મૂળભૂત સુવિધાઓવાળી એક કોચિંગ સંસ્થા છે. પોલીસે શરૂઆતમાં શાળાનાં આચાર્ય દ્વારા કરેલા આ દાવાની તપાસની માંગ કરી હતી, હવે પોલીસનું કહેવું છે કે બાળકીનું નામ શાળામાંથી કાપવામાં આવ્યું નથી અને આ બાબતમાં જે બધી બાબતો બહાર આવી રહી છે તે માત્ર અફવા છે.

પીડિતાનાં પિતાએ આ ઘટનાનાં 3 દિવસ બાદ રવિવારે બંને આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી, ત્યારબાદ સોમવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીમાંથી એક ડ્રાઇવર હોવાનું કહેવાઈ રહ્યું છે અને બીજો મોબાઇલ ફોનની દુકાન ચલાવતો હોવાનુ સામે આવી રહ્યુ છે. વહીવટીતંત્રએ ખાતરી આપી છે કે આ ઘટનાને કારણે બાળકીનાં શિક્ષણ પર અસર થશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.