Sports/ ICCનો મોટો નિર્ણય, ક્રિકેટ જગતમાં આ 3 દેશોને આપવામાં આવી એન્ટ્રી, બનાવ્યા એસોસિયેટ મેમ્બર

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ત્રણ દેશોને સહયોગી સભ્યનો દરજ્જો આપ્યો છે ઉઝબેકિસ્તાન, કંબોડિયા અને આઇવરી કોસ્ટ ICCના નવા સભ્ય બન્યા છે

Top Stories Sports
6 4 13 ICCનો મોટો નિર્ણય, ક્રિકેટ જગતમાં આ 3 દેશોને આપવામાં આવી એન્ટ્રી, બનાવ્યા એસોસિયેટ મેમ્બર

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ત્રણ દેશોને સહયોગી સભ્યનો દરજ્જો આપ્યો છે. ઉઝબેકિસ્તાન, કંબોડિયા અને આઇવરી કોસ્ટ ICCના નવા સભ્ય બન્યા છે. બર્મિંગહામમાં ICCની વાર્ષિક બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે, ICC સભ્ય દેશોની કુલ સંખ્યા 108 થઈ ગઈ છે, જેમાંથી 96 સહયોગી સભ્યો છે.

ઉઝબેકિસ્તાન અને કંબોડિયા સાથે મળીને, આઈસીસીમાં એશિયન દેશોની સંખ્યા હવે વધીને 25 થઈ ગઈ છે, જ્યારે આઈવરી કોસ્ટ 21મો આફ્રિકન દેશ છે જેને આઈસીસીનું સભ્યપદ મળ્યું છે. આ ત્રણેય દેશોએ ICC સભ્ય બનવા માટે જરૂરી માપદંડોને પૂર્ણ કર્યા હતા.

ઉઝબેકિસ્તાનની વાત કરીએ તો તે પહેલા સોવિયત સંઘનો ભાગ હતો. પરંતુ તેનું નિર્માણ 1991માં સોવિયેત રશિયાના તૂટ્યા બાદ કરવામાં આવ્યું હતું. ક્રિકેટ ફેડરેશનની સ્થાપના ઉઝબેકિસ્તાનમાં 2019 માં કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ અઝીઝ મિહૈલેવ કરે છે. ક્રિકેટ એસોસિએશન ઓફ કંબોડિયા (CAC) ની સ્થાપના 2011 માં કરવામાં આવી હતી અને તે પહેલેથી જ 2012 થી એશિયન ક્રિકેટ કાઉન્સિલના સભ્ય છે.

ઉઝબેકિસ્તાન ક્રિકેટ ફેડરેશન (CFU) 15 ટીમોની મહિલા ક્રિકેટ સ્પર્ધા તેમજ અંડર-17 અને અંડર-19 ખેલાડીઓ માટે CFUનું આયોજન કરવા પર કામ કરી રહ્યું છે. જયારે ક્રિકેટ એસોસિએશન ઓફ કંબોડિયાએ પણ મહિલા ક્રિકેટને વધારવા માટે ઘણાં પગલાં લીધાં છે. તેઓ હવે વર્ષના અંતમાં ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે.

આઇવરી કોસ્ટ ક્રિકેટ એસોસિએશન વિશે વાત કરીએ તો, તેઓ આઠ ટીમોની રાષ્ટ્રીય પુરૂષ સિનિયર ટુર્નામેન્ટનું આયોજન કરે છે. આ સાથે બોર્ડમાં મહિલા સભ્યની પણ નિમણૂક કરવામાં આવી છે જેથી મહિલા ક્રિકેટને પ્રોત્સાહન મળી શકે.