Gujarat News/ ગુજરાત રાજ્યની ગ્રાન્ટ એઈડ કોલેજોમાં પરીક્ષા અંગે GPCCના પ્રવક્તા હેમાંગ રાવલનો મુખ્યમંત્રીને પત્ર…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા હેમાંગ રાવલે મુખ્યમંત્રીને પત્ર લખીને બધી જ ગ્રાન્ટ એઈડ કોલેજોની એક જ પોસ્ટની પરીક્ષા એક સાથે યોજવાની માંગણી કરેલ છે…

Gujarat

Gujarat News: ગુજરાત રાજ્ય (Gujarat)ની ગ્રાન્ટ એઈડ કોલેજો (Colleges)માં હમણાં આવેલ જુનિયર ક્લાર્ક, સિનીયર ક્લાર્ક, હેડ ક્લાર્ક (Clerk)ની જાહેરાત સંદર્ભે જો ઉમેદવાર દરેક જગ્યાએ એપ્લાય કરે તો તેને 20,000 થી વધારે રૂપિયા નોન રિફન્ડેબલ ભરવાની આવે છે માટે તે દરેક પરીક્ષા (Examination) એક જ સાથે લેવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે (Hemang Rawal) મુખ્યમંત્રી (CM Patel)ને પત્ર લખીને માંગણી કરેલ છે. જેમાં આ મુજબ રજૂઆત અને માગણી કરવામાં આવી છે.

મુખ્યમંત્રીને પત્ર

યુવાનોને ખૂબજ અન્યાય થવાની સંભાવના

ગુજરાત રાજ્યની નીચે જણાવેલ વિવિધ કોલેજોમાં જુનિયર ક્લાર્ક, સિનીયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની એક-બે જેટલી જગ્યાઓની જાહેરાત દિવ્યભાસ્કર અને ગુજરાત સમાચાર અને સંદેશ સમાચાર પત્રકમાં જોવા મળેલ છે. બધી જ જાહેરાત સંદર્ભમાં અલગ અલગ પરીક્ષા ફી નો ઉલ્લેખ છે અને અલગ અલગ બધીજ કોલેજો માં સમય મર્યાદામાં અરજી કરવાનો ઉલ્લેખ છે. બધી જ જાહેરાતો માં ગુજરાત રાજ્ય સરકાર ના નિતિ નિયમો મુજબ એક અથવા બે સ્ટેજ માં પરીક્ષા લેવામાં આવનાર છે.

આટલી મોટી સંખ્યામાં એક-બે જેટલી જગ્યાઓ માટે અલગ અલગ તારીખે પરીક્ષા યોજાય તેમા ગુજરાત રાજ્યના સરકારી નોકરી (Government Job) વાંચ્છુક તૈયારી કરતાં યુવાનોને ખૂબજ અન્યાય થવાની સંભાવના છે તથા ગેરરીતિ (Mischief) થવાની ખૂબજ શક્યતાઓ છે.

કોલેજોની યાદી

મોટા ભાગની કોલેજોમાં આ ફી નોન-રીફન્ડેબલ

અત્યાર સુધી 15-10-2025 થી 02-11-2025 સુધી અલગ અલગ ગુજરાતની કોલેજોની 43 જેટલી જાહેરાત આવેલ છે. જેની ભરવાપાત્ર પરીક્ષા ફી (Exam Fees)ની રકમ રૂ. 20,000/- થી વધુ થાય છે. મોટા ભાગની કોલેજોમાં આ ફી નોન-રીફન્ડેબલ છે. આર્થિક રીતે નબળા વર્ગના યુવાનો આટલી મોટી ફી કઈ રીતે ચુકવી શકે? વધારામાં આટલી મોટી સંખ્યામાં અલગ-અલગ સંસ્થાઓની અલગ-અલગ પોસ્ટ માટેની પરીક્ષા કઈ રીતે શક્ય બની શકે?

આપને નમ્ર વિનંતી છે કે, એક જ પોસ્ટની પરીક્ષા બધી જ કોલેજની એક સાથે સરકારની કોઈપણ માન્ય એજન્સીની રાહદારીમાં યોજાય તેવી વ્યવસ્થા કરશોજી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મેડિકલ કોલેજોમાં 1300 કરોડનું મેગા કૌભાંડ, CBIના દેશવ્યાપી દરોડા

આ પણ વાંચો: મેડિકલ કોલેજોને 2 વર્ષ સુધી ફી વધારાની FRCએ આપી મંજૂરી

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના VCનો વિવાદિત નિર્ણય: 285 ખાનગી કોલેજોની ફી અને ડોક્યુમેન્ટ્સની ચકાસણી કર્યા વિના GCAS પોર્ટલ પર ડેટા અપલોડ કર્યો