Not Set/ અમદાવાદમાં બુટલેગરોની દાદાગીરી, પોલીસને દોડાવી દોડાવીને માર્યો માર

આરોપીને પકડવા માટે પોલીસકર્મી પ્રાઈવેટ વ્યક્તિ અને ગાડી લઈને ગયો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીએ આ મામલે તપાસ શરૂ કરી છે.

Ahmedabad Gujarat
અમદાવાદમાં
  • અમદાવાદમાં બુટલેગરોએ પોલીસને માર્યો માર
  • નરોડામાં બુટલેગરોએ પોલીસને દોડાવીને માર્યો માર
  • વોન્ટેડ બુટલેગર અને તેના ભાઈએ કર્યો હુમલો
  • પોલીસ પર લોખંડના હથોડાથી કર્યો હુમલો
  • પોલીસને માર મારતો વીડિયો સો.મીડિયામાં વાયરલ

અમદાવાદમાં પોલીસકર્મી પર થોડા સમય પહેલા બુટલેગરો એ હુમલો કર્યો હતો,  જે ઘટનાનો સમગ્ર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પોલીસકર્મી સુરેશ સિવાય અન્ય લોકો પણ હોવાનું સામે આવ્યું છે. અહીં આરોપીને પકડવા માટે પોલીસકર્મી પ્રાઈવેટ વ્યક્તિ અને ગાડી લઈને ગયો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીએ આ મામલે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :ડીસા થરાદ હાઈવે પર અકસ્માત, નીલગાય વચ્ચે આવતા બે સગાભાઈઓએ ગુમાવ્યો જીવ

શું હતો મામલો?

નરોડા પોલીસ સ્ટેશન ના પ્રોહીબીશનના ગુના માં વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે કાળી સોલંકી અને સંજય સોલંકી તેમના રહેણાક વિસ્તાર મુઠીયા ગામ માં હોવાની બાતમી મળતા જ હેડ કોન્સ્ટેબલ સુરેશકુમાર કાલિયા અન્ય બીજા પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતાં ત્રણ પોલીસ કર્મચારીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા. બાતમી વાળી સંભવિત જગ્યા એ તપાસ કરવાની હોવાથી ચારેય પોલીસ કર્મી અલગ અલગ જગ્યા એ થી જઈ રહ્યા હતા. ત્યારે અનિલ ઉર્ફે કાળી તેમની રહેણાક વાળી જગ્યા એ મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

આ આરોપીઓ અને તેમના પરિવારે બૂમાબૂમ કરતા કહ્યુ હતુ કે, આ નરોડા પોલીસવાળા આપણને દારૂનો ધંધો કરવા દેતા નથી, અવાર નવાર રેડો કરીને હેરાન પરેશાન કરે છે. જેથી આજે તો આમને પતાવી દો. તેમ કહીને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન અન્ય 10થી 12 લોકોનું ટોળું ભેગું થઈ જઈને પોલીસને દોડાવી દોડવી ને માર માર્યો હતો. આ લોકોએ લોખંડના હથોડા જેવાં હથિયાર વડે પોલીસને માર માર્યો હતો. રસ્તા પર દોડતા સમયે પોલીસકર્મી પડી ગયો હતો. તો પણ તેને માર મારવાનું ચાલુ જ રાખ્યું હતું. પોલીસકર્મીઓ ભાગી રહ્યા હતા ત્યારે પણ તેમને એક્ટિવા પર બેસતા સમયે પણ માર માર્યો હતો.

બીજી બાજુ આ ઘટનામાં નરોડા વિસ્તારમાં પોલીસ સાથે શા માટે બૂટલેગરને ત્યાં ગયો હતો તેને લઈને ચર્ચા ચાલી રહી છે. પરંતુ હાલ તો પોલીસ પ્રોહિબિશનના આરોપીને પકડવા ગઈ હોવાની વાત સામે આવી છે. પરંતુ સાચી હકીકત શું છે તે તો સમગ્ર ઘટનાની તપાસ થશે ત્યારે સામે આવશે.

આ પણ વાંચો :  મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

આ પણ વાંચો : રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,911  કેસ નોંધાયા, જયારે 22 ના મોત થયા

આ પણ વાંચો : સિંચાઈ વિભાગના કર્મીઓએ આપી આંદોલનની ચિમકી, જાણો કેમ

આ પણ વાંચો :  MJ લાઈબ્રેરી, વીએસ હોસ્પિટલ તથા AMTSનું બજેટ મંજૂર