Not Set/ લીંબડી રાજકોટ હાઇવે પર બે અકસ્માતમાં ચારનાં મોત, 10 ઘાયલ  

અમદાવાદ: લીંબડી-રાજકોટ હાઈવે પર આજે સવારે અકસ્માતની જુદી જુદી બે ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં કુલ ચાર વ્યક્તિઓના  મોત નીપજ્યા છે. જયારે 10 વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માતની બે ઘટનાઓ બની છે. જેમાં પહેલાં બનાવમાં યુટીલીટી કાર અને બાઈક અથડાતા ત્રણ […]

Top Stories Gujarat Rajkot Others Trending
Four killed, 10 wounded in two accidents on Limbadi Rajkot Highway

અમદાવાદ: લીંબડી-રાજકોટ હાઈવે પર આજે સવારે અકસ્માતની જુદી જુદી બે ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં કુલ ચાર વ્યક્તિઓના  મોત નીપજ્યા છે. જયારે 10 વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

Four killed, 10 wounded in two accidents on Limbadi Rajkot Highway
mantavyanews.com

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માતની બે ઘટનાઓ બની છે. જેમાં પહેલાં બનાવમાં યુટીલીટી કાર અને બાઈક અથડાતા ત્રણ વ્યકિતના મોત નીપજ્યા છે. જયારે અન્ય એક ઘટનામાં ત્રણ ટ્રકો અથડાવાની ઘટના બની હતી.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

Four killed, 10 wounded in two accidents on Limbadi Rajkot Highway
mantavyanews.com

પ્રથમ ઘટનામાં યુટીલીટી કારના ચાલકે પોતાના વાહનના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે તેની કાર બાજુમાંથી પસાર થઈ રહેલ બાઈક સાથે અથડાઈ હતી. જેના કારણે બાઈક અને કાર બંને અલગ અલગ દિશામાં રોડની નીચે ઉતરી ગયા હતા.

Limbdi Accident2 લીંબડી રાજકોટ હાઇવે પર બે અકસ્માતમાં ચારનાં મોત, 10 ઘાયલ  
mantavyanews.com

આ ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હતા. જયારે 10 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે લીંબડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

Limbdi Accident1 લીંબડી રાજકોટ હાઇવે પર બે અકસ્માતમાં ચારનાં મોત, 10 ઘાયલ  
mantavyanews.com

જયારે અન્ય એક અકસ્માતની ઘટના લીંબડીની નજીક રાજકોટ હાઈવે પર બની છે. જેમાં એક ઉભેલી ટ્રકની પાછળ બીજી ટ્રક ઘૂસી જવા પામી હતી. જેના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ મામલે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બંને અકસ્માતોની વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.