iPhone લવર્સ માટે ખુશીના સમાચાર/ સસ્તામાં “iPhone 13” ખરીદવાની શાનદાર તક…!

જો તમે નવો iPhone ખરીદવા માટે કોઈ ઓફરની રાહ જોઈ રહ્યો છે, તો તમારા માટે એક શાનદાર તક છે. iPhone 15 લોન્ચ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે અને તે પહેલા ગ્રાહકોને એક ગુડ ન્યૂઝ મળ્યા છે. iPhone 13ની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે અને ગ્રાહકો તેને Flipkart પરથી ઘણી ઓછી કિંમતે ખરીદી […]

Trending Tech & Auto
iPhone 13 સસ્તામાં "iPhone 13" ખરીદવાની શાનદાર તક...!

જો તમે નવો iPhone ખરીદવા માટે કોઈ ઓફરની રાહ જોઈ રહ્યો છે, તો તમારા માટે એક શાનદાર તક છે. iPhone 15 લોન્ચ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે અને તે પહેલા ગ્રાહકોને એક ગુડ ન્યૂઝ મળ્યા છે. iPhone 13ની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે અને ગ્રાહકો તેને Flipkart પરથી ઘણી ઓછી કિંમતે ખરીદી શકે છે. iPhone 13 હાલમાં Amazon અને Flipkart પર 58,999 રૂપિયાની શરૂઆતની કિંમત સાથે લિસ્ટેડ છે. આ અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત છે.

આપને જણાવી દઈએ કે, બીજી તરફ Amazon પર કોઈ બેંક ઓફર આપવામાં આવી રહી નથી, પરંતુ ખાસ વાત એ છે કે બંને પ્લેટફોર્મ પર એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે અને તેથી લોકો તેમના જૂના ફોનને એક્સચેન્જ કરી શકે છે અને આ શાનદાર iPhone પણ ઓછી કિંમતે ખરીદી શકે છે.જોકે, ડિસ્કાઉન્ટ તમારા જૂના સ્માર્ટફોનના મોડલ અને સ્થિતિ તેમજ તમારા વિસ્તારમાં એક્સચેન્જની ઉપલબ્ધતા પર આધારિત છે.

ફીચર્સની વાત કરીએ તો iPhone 13માં 6.1 ઇંચ સુપર રેટિંગ XDR ડિસ્પ્લે સાથે મળે છે. iPhone 13ના ગ્રાહકને 6 કલર ઓપ્શન સાથે ખરીદી શકે છે. તેમાં સ્ટાર લાઈટ,પિંક,મૂનલાઈટ, રેડ,બ્લુ અને ગ્રીન કલર શામેલ છે. આ iPhone 13માં A15 બાયોનિક ચિપ મળે છે.

કેમેરાની વાત કરીએ તો iPhone 13માં ડુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. કંપનીએ તેમાં 12 મેગાપિક્સલનો મેન બેક કેમેરો, 12 મેગાપિક્સલનો બીજો અલ્ટ્રા વાઈડ કેમેરા ફ્લેશ લાઈટ સાથે આપવામાં આવ્યો છે. સાથે iPhone 13માં 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળે છે.

iPhone 13 એક 5G ફોન છે અને આ IP68 રેટિંગ સાથે મળે છે જેના કારણે તે વોટર અને ડસ્ટ રેસિસ્ટેન્ટ છે. બેટરીની વાત કરવામાં આવે તો iPhone 13ની બેટરીથી 19 કલાકના વીડિયો પ્લેબેક આપી શકે છે.

 

આ પણ વાંચોઃ દિલ્હી ફરી શર્મસાર/ 28 વર્ષના યુવકે હેવાનિયતની હદ વટાવી, 85 વર્ષીય વૃદ્ધ મહિલાને બનાવી હવસનો શિકાર

આ પણ વાંચોઃ Shukrayaan-1/ ‘ISRO’ વધુ એક સફળતાનો ઈતિહાસ લખવાની તૈયારીમાં, જાણો શું છે મિશન “શુક્રયાન-1”

આ પણ વાંચોઃ Mohan Bhagwat/ ‘લોકો ‘INDIA’ બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવાની આદત પાડે’: મોહન ભાગવત

આ પણ વાંચોઃ Sun Mission/ સૂર્યનો ‘દિવસ’ કેટલા કલાક ચાલે છે? શું સૂર્ય વિના જીવન શક્ય છે?

આ પણ વાંચોઃ Surat/26 વર્ષ પહેલા કર્યો હતો હત્યાનો પ્રયાસ, વતનમાં પરત ફરતા જ પોલીસે કરી ધરપકડ