tax/ જૂના વાહનો પર ગ્રીન ટેક્સ માટે નીતિન ગડકરીની મંજૂરી, જાણો તમારે કેટલો ટેક્સ ભરવો પડશે

જૂના વાહનો પર ગ્રીન ટેક્સ માટે નીતિન ગડકરીની મંજૂરી, જાણો તમારે કેટલો ટેક્સ ભરવો પડશે

Top Stories India
ગ્રીન જૂના વાહનો પર ગ્રીન ટેક્સ માટે નીતિન ગડકરીની મંજૂરી, જાણો તમારે કેટલો ટેક્સ ભરવો પડશે

કેન્દ્રીય પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ 8 વર્ષથી વધુ જૂના વાહનો પર ગ્રીન ટેક્સ લાદવાની મંજૂરી આપી છે. આ કર 8 વર્ષથી વધુ જુના વાહનોના ફીટનેશ પ્રમાણપત્રના નવીકરણ દરમિયાન વસૂલવામાં આવશે. નિયમ સૂચિત થયા પહેલા આ પ્રસ્તાવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોકલવામાં આવશે. સોમવારે આ માહિતી આપતી વખતે પરિવહન મંત્રાલયે કહ્યું કે આ કરમાંથી થતી આવકનો ઉપયોગ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે કરવામાં આવશે.

મંત્રીએ સરકારી વિભાગો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોની માલિકીના વાહનોની નોંધણી અને સ્ક્રેપ કરવાની નીતિને પણ મંજૂરી આપી છે, જેની ઉંમર 15 વર્ષથી વધુ છે. નવા નિયમોની જાણ 1 એપ્રિલ 2022 ના રોજ કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, “એક અંદાજ મુજબ વાણિજ્ય વાહનો, જે કુલ વાહનોના કાફલાના 5% જેટલા હોય છે, જે કુલ વાહન પ્રદૂષણમાં આશરે 65-70% ફાળો આપે છે. વર્ષ 2000 પહેલાં ઉત્પાદિત વાહનો કુલ કાફલાના 1% જેટલા હોય છે, પરંતુ કુલ વાહન પ્રદૂષણના 15% ફાળો આપે છે. ‘

Gandhinagar / સ્થાનિક સ્વારાજ્ય ની ચૂંટણીઓ જાહેર થતા જ સચિવાલય સુમસામ

Covid-19 / ભારતીય-અમેરિકન ડોક્ટરની ચેતવણી, ‘કોરોના વાયરસ સતત સ્વરૂપ બદલી રહ્યું છે

પરિક્ષણ / આકાશ-NG મિસાઇલનું પ્રથમ સફળ પરીક્ષણ, હવે હવામાં જ દુશ્મનનો નાશ થશે

8 વર્ષથી વધુ ઉંમરના પરિવહન વાહનો માટે ફીટનેસ સર્ટિફિકેટનું નવીકરણ કરતી વખતે ગ્રીન ટેક્સ 10 થી 25 ટકા જેટલો રોડ ટેક્સ લગાવી શકાય છે. 15 વર્ષ પછી નોંધણીનું પ્રમાણપત્ર નવીકરણ કરતી વખતે ખાનગી વાહનો પર ગ્રીન ટેક્સ વસૂલવામાં આવશે. સિટી બસો જેવા સાર્વજનિક પરિવહન વાહનો પર ગ્રીન ટેક્સ  ઓછો લાગશે. સરકારે ખૂબ પ્રદૂષિત શહેરોમાં નોંધાયેલા વાહનો માટે વધુ ટેક્સની  દરખાસ્ત કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…