જમ્મુ-કાશ્મીર/ શ્રીનગરના લાલ ચોક નજીક ગ્રેનેડ હુમલો, 9 લોકો ઈજાગ્રસ્ત

આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ તરત જ આતંકીઓ ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસ સાથે સુરક્ષા દળોએ આતંકીઓને પકડવા…

Top Stories India
ગ્રેનેડ હુમલો

જમ્મુ -કાશ્મીરની રાજધાની શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોક વિસ્તારમાં મંગળવારે બપોરે આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ તરત જ આતંકીઓ ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસ સાથે સુરક્ષા દળોએ આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ ગ્રેનેડ હુમલામાં આ ઘટનામાં 9 સિવિલિયન અને 2 જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા છે.

આ પણ વાંચો :રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કહ્યું – હું પણ કાશ્મીરી પંડિત, J&K ને મળે…

આપને  જણાવી દઈએ કે જમ્મુ -કાશ્મીરની રાજધાની લાલ ચોક પર, જ્યાં એક સમયે આતંકવાદીઓ બોલતા હતા, હવે ત્યાં શાંતિ દેખાય છે. ભૂતકાળમાં કાશ્મીરના ડાલ સરોવરમાં સેંકડો તિરંગો ફરકાવવામાં આવ્યા હતા.

તમામ જવાનોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ વિસ્તારની નાકાબંધી કરીને આતંકવાદીઓની તપાસ શરૂ કરી દેવાઈ છે. અત્યાર સુધી આતંકવાદીઓનો કોઈ સુરાગ નહીં મળ્યુ છે. સેનાના આતંકીવાદીઓ વિરૂદ્ધ સર્ચ ઑપરેશન ચલાવી રહ્યુ છે.

આ પણ વાંચો :મોદીએ સિંહ સંરક્ષણ માટે ઉત્સાહી લોકોને અભિનંદન આપ્યા, ભારતમાં સિંહોની વસ્તીમાં વધારો થતો જોવા મળ્યો

પાછલા મહિને પોલીસે જમ્મુની સીમાવર્તી વિસ્તાર કાનચકમાં એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. જેમાંથી પાંચ કિલોનું વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યું. પાછલા ઘણાં મહિનાઓ દરમિયાન સુરક્ષાદળોએ આ ડ્રોનો દ્વારા પાડવામાં આવેલા વિસ્ફોટ ઉપકરણ, પિસ્તોલ, રાઇફલ, બોમ્બ પ્રાપ્ત કર્યા છે. આ ડ્રોન સીમાને પારથી સંચાલિત કરવામાં આવે છે.

આ પણ વાંચો :દેશનું ભવિષ્ય કહેવાતી વિદ્યાર્થીનીઓ પર પોલીસની બર્બરતા, જુઓ વીડિયો

આ પહેલા સાઉથ કાશ્મીરના શોપિયા જિલ્લાના જૈનપોરાના ક્રાલચક્ર વિસ્તારમાં મંગળવારે સવારે સીઆરપીએફ પાર્ટી પર આંતકવાદીઓએ ગોળીબારી કરી. જેમાં CRPFના ઈજા પામેલા જવાનની સારવાર ચાલી રહી છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં લાલ ચોક પર આતંકવાદીઓએ 9 ઓગસ્ટના રોજ ભાજપા નેતા ગુલામ રસૂલ ડાર અને તેમની પત્ની પર ફાયરિંગ કરી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. જ્યાં તેમનું નિધન થઇ ગયું. કુલગામના રેડવાનીના નિવાસી ડાર ભાજપા સમર્થિત સરપંચ હતા. તેમણે ગયા વર્ષે જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી પણ લડી હતી. પણ હારી ગયા હતા. તેઓ અનંતનાગમાં એક ભાડેના મકાનમાં રહેતા હતા.

આ પણ વાંચો :દેશમાં કોરોના નો પ્રકોપ ઘટ્યો, રિકવરી રેટ વધીને 97.45 ટકા થયો