પરિણામ/ GSEB SSC Result 2023: ધોરણ-10નું બોર્ડનું પરિણામ 64.62% આવ્યું, પાછલા વર્ષ કરતા ઓછું

આજે ધોરણ- ૧૦ નું બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલે કે વિદ્યાર્થીઓ તેમનું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ તથા વોટ્સએપ પર જાણી શકશે.

Gujarat
GSEB SSC Result 2023:

ધોરણ-10નું ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતનું પરિણામ 64.62 ટકા છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી અને વોટ્સએપ નંબર દ્વારા પોતાનું પરિણામ જાણી શકે છે. જેનો નંબર 63573 00971  છે. આ નંબર પર જઈ પોતાનો સીટ નંબર લખીને વિદ્યાર્થીઓ પરિણામ જાણી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને શિક્ષણ મંત્રીએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે, જેમાં સીએમ એ કહ્યું છે કે, તમામ વિદ્યાર્થીઓને હૃદય પૂર્વક અભિનંદન અને ઉજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવું છું. આ બોર્ડની પરીક્ષા એ વિદ્યાર્થીના કરિયરમાં મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું કે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમને નિરાશ થવાની જરૂર નથી અને નિરાશ થયા વગર આગળ વધવાની શુભેચ્છા પાઠવી છે.

આ વર્ષે ધોરણ-10ની બોર્ડની પરીક્ષામાં કુલ 9.50 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત આમાં પાસ થવા માટે દરેક વિષયમાં વિદ્યાર્થીએ ઓછામાં ઓછો D ગ્રેડ પ્રાપ્ત કરવો પડશે. આ સિવાય ગ્રેડ E1 કે ગ્રેડ E2 પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને GSEB પૂરક પરીક્ષાના માધ્યમથી અંક સુધારવાની તક મળશે.

હજુ સુધી બોર્ડ દ્વારા કુલ પરિણામ મૂકવામાં આવ્યું નથી, પરંતુ જે ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવી શકે છે. વિદ્યાર્થીઓ દ્વારા સરળ રીતે પોતાનું પરિણામ જાણી શકાય તે માટેની વ્યવસ્થાઓ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. જેના માટે વેબસાઈટ ઉપરાંત વોટ્સએપ દ્વારા પણ પરિણામ જાણી શકાશે. પરિણામ બાદ વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સુરતમાં વિદ્યાર્થીઓ ગરબા કરીને પરિણામની ઉજવણી કરી રહ્યા છે.

જે વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે તેમને A1 ગ્રેડ આપવામાં આવ્યો છે. તથા 80થી 90 ટકા સુધીની ટકાવારી ધરાવનારા ઉમેદવારોને A ગ્રેડ. જેમને 70-80 ટકા વચ્ચે વિદ્યાર્થીઓના માર્ક્સ છે તેમને B ગ્રેડ. અને જેને 40 કે તેનાથી ઓછા માર્ક્સ મેળવ્યા છે તેને D ગ્રેડ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  India/CBSE ધોરણ-10નું પરિણામ આજે જાહેર થશે, બપોરે 12 વાગે વેબસાઇટ પર મુકવામાં આવશે, વિદ્યાર્થીઓ-શાળા વેબસાઇટ પર જોઇ શકશે પરિણામ

આ પણ વાંચો : પરિણામ/CBSE ધોરણ-10નું પરિણામ 20 જૂને થશે જાહેર, આ રીતે થશે મૂલ્યાંકન

આ પણ વાંચો : Not Set/કોરોના મહામારીને કારણે ધોરણ-10 બોર્ડની પ્રાયોગિક પરીક્ષાની તારીખોમાં ફેરફાર , વિદ્યાર્થીઓને આંશિક રાહત