Not Set/ પાણીનો પોકાર: સરદાર સરોવર ડેમમાંથી 1500 ક્યુસેક પાણી છોડાશે

રાજ્યમાં હાલ પીવાના અને ખેતીના પાણીની ભારે સમસ્યા ચાલી રહી છે ત્યારે હવે રાજ્યની જીવાદોરી ગણાતા નર્મદાના પાણી પર લાખો લોકોનો મદાર છે. મળતી માહિતી પ્રમાણે સરદાર સરોવર નર્મદા ડેમ નું પાણી છોડવામાં આવશે જેથી પાણીનું સંકટ નિવારી શકાય.રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે નર્મદા નદીમાંથી 1500 ક્યૂસેક પાણી છોડવામાં આવશે.નર્મદા ડેમના ગોડબોલે ગેટમાંથી આજથી  1500 ક્યુસેક […]

Top Stories Gujarat Others
HFFKSDJ 2 પાણીનો પોકાર: સરદાર સરોવર ડેમમાંથી 1500 ક્યુસેક પાણી છોડાશે

રાજ્યમાં હાલ પીવાના અને ખેતીના પાણીની ભારે સમસ્યા ચાલી રહી છે ત્યારે હવે રાજ્યની જીવાદોરી ગણાતા નર્મદાના પાણી પર લાખો લોકોનો મદાર છે.

મળતી માહિતી પ્રમાણે સરદાર સરોવર નર્મદા ડેમ નું પાણી છોડવામાં આવશે જેથી પાણીનું સંકટ નિવારી શકાય.રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે નર્મદા નદીમાંથી 1500 ક્યૂસેક પાણી છોડવામાં આવશે.નર્મદા ડેમના ગોડબોલે ગેટમાંથી આજથી  1500 ક્યુસેક પાણી છોડાશે અને ત્યાર બાદ ભરતી સમયે પાણી છોડાશે. આ પાણી છોડવાથી ભરૂચ ,નર્મદા,વડોદરા નર્મદા કાંઠા વિસ્તારની નર્મદાના  પાણીની  સમસ્યા ઉકેલાશે.

ઉલ્લેખનીય છે કે નર્મદા નદીના પાણી ઓછું હોવાના કારણે ભરૂચ ની અંદર ખારાશનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું હતું.હાલ કરજણ ડેમ માંથી 600 ક્યુસેક જેટલું  પાણી છોડવામાં આવે છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ  તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત કરી હતી અને નર્મદા ડેમમાંથી પાણી છોડવાની રજુઆત કરી હતી.