સુરતમાં ક્લાસમાં લાગેલી આગ હજુ લોકોના દિલને દઝાડી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં એક બિલ્ડીંગ માં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે,અહીં ટ્યુશન કલાસ ચાલતા હતા.
અમદાવાદ શહેરમાં નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમની બરોબર સામે આવેલ અમૃત બાગ કોલોનીમાં આવેલ બિલ્ડીંગમાં સવારે 6.30 વાગે આગ લાગી હતી.આ બિલ્ડીંગમાં શહેરના જાણીતા જે કે કલાસ ચાલે છે.
જે કે કલાસીસ નામે કલાસીસ ચાલતાં બિલ્ડિંગમાં વહેલી સવારે 6 :30 વાગ્યાના સુમારે ધુમાડા દેખાતાં ફાયર ટીમને કૉલ કરી જાણ કરાતાં તાબડતોબ અમદાવાદ ફાયર ની ટિમ એક ફાયર ફાઇટર સાથે રવાના થઈ હતી,તેમજ સ્થળ ઉપર પહોંચીને આગને કાબુમાં લીધી હોવાની જાણકારી મળી હતી.
પ્રાથમિક જાણકારી પ્રમાણે આગ શોર્ટ સર્કિટથી લાગી હતી.જો કે વહેલી સવારે લાગેલી આગમાં કોઈ જાનહાની નથી થઈ.
શહેરમાં વહેલી સવારે જોગિંગ કરવા નીકળતા લોકોમાંથી કોઇએ આ આગ વિશે ફાયર બ્રિગેડને જાણ કરતા તેઓ તરત ઘટના સ્થળે પહોંચ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
