Not Set/ અલંગ Ship બ્રેકિંગ યાર્ડમાં અકસ્માત થતાં એક મજૂરનું મોત

ભાવનગર: ભાવનગર જિલ્લાના અલંગ Ship બ્રેકિંગ યાર્ડ ખાતે આવેલા એક પ્લોટમાં શીપ તોડવાની કામગીરી દરમિયાન અકસ્માત સર્જાતા એક મજૂરનું મોત નીપજ્યું છે. જયારે અન્ય બે મજૂરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવેલા પ્લોટ નંબર ૧૨૫ મારિયા શિપ બ્રેકિંગ પ્રાઈવેટ લિ. માં શિપ બ્રેકિંગની […]

Top Stories Gujarat Others Trending
A laborer dies due to an accident in the Alang Ship Breaking Yard

ભાવનગર: ભાવનગર જિલ્લાના અલંગ Ship બ્રેકિંગ યાર્ડ ખાતે આવેલા એક પ્લોટમાં શીપ તોડવાની કામગીરી દરમિયાન અકસ્માત સર્જાતા એક મજૂરનું મોત નીપજ્યું છે. જયારે અન્ય બે મજૂરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવેલા પ્લોટ નંબર ૧૨૫ મારિયા શિપ બ્રેકિંગ પ્રાઈવેટ લિ. માં શિપ બ્રેકિંગની કામગીરી ચાલી રહી હતી.

આ દરમિયાન ગેસની લાઈનમાં કોઈ કારણસર લીકેજ થયું હતું. જેના કારણે ફ્લેશ ફાયર થતાં અકસ્માત સર્જાયો હતો. ફ્લેશ ફાયરના કારણે સર્જાયેલા અકસ્માતમાં કામ કરી રહેલા ત્રણ મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતા.

અકસ્માતમાં ઓડિસાના રહેવાસી એવા પિન્ટુ સુભાષભાઈ દાસ નામના મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે અન્ય બે મજૂર પણ ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે તળાજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના અંગેની જાણ થતાની સાથે અલંગ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવી દુર્ઘટના છેલ્લા કેટલાક સમયથી કાબુમાં આવી હતી. પરંતુ આજે ફરીથી આવો અકસ્માત સર્જાતા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, ગુજરાત મેરિટાઈમ બોર્ડ (GMB) તેમજ અલંગ નોટિફાઇડ એરિયા સહિતના સંબંધિત વિભાગોના તંત્રવાહકો ધંધે લાગી ગયા છે.