Not Set/ અમદાવાદ:કમિશનરે વાહનોની ગતિ મર્યાદાનો આદેશ તો કર્યો પણ સ્પીડ માપતી ગન જ નથી ચાલતી

અમદાવાદ, અમદાવાદમાં વાહનોની ગતિ મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે.આ અંગે પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જાહેરનામાના અમલના પહેલા દિવસે જ ટેક્નિકલ પ્રોબ્લેમ સામે આવ્યો હતો.વાહનોની સ્પીડ ચેક કરતી ગન  બંધ હાલતમાં જોવા મળી હતી.વિશાલા સર્કલ ખાતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન ગન બંધ હાલતમાં જોવા મળી હતી.જેથી હવે […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદમાં વાહનોની ગતિ મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે.આ અંગે પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જાહેરનામાના અમલના પહેલા દિવસે જ ટેક્નિકલ પ્રોબ્લેમ સામે આવ્યો હતો.વાહનોની સ્પીડ ચેક કરતી ગન  બંધ હાલતમાં જોવા મળી હતી.વિશાલા સર્કલ ખાતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન ગન બંધ હાલતમાં જોવા મળી હતી.જેથી હવે જાહેરનામા પર પોલીસતંત્ર કેવી રીતે કામ કરશે.

શહેરની અંદરના રસ્તાઓ પર વાહનો માટે ગતિ મર્યાદા નક્કી કરાઇ છે. જેમાં ભારે અને મધ્યમ વાહનો માટે 40 કિમી પ્રતિ કલાક, ફોર વ્હીલર માટે 60 કિમી પ્રતિ કલાક, થ્રી વ્હીલર માટે 40 કિમી પ્રતિ કલાક અને ટુ વ્હીલર માટે 50 કિમી પ્રતિ કલાક ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દિવસેને દિવસે વધી રહેલા અકસ્માત અટકાવવા માટે ગત મહિનાઓમાં કરોડાના ખર્ચે અદ્યતન ટેક્નોલોજી આધારિત 39 જેટલી સ્પીડ ગન ખરીદી કરાઇ હતી. જેમાંથી 5 જેટલી સ્પીડ ગન અમદાવાદમાં ફાળવવામાં આવી છે. જેમાં ઓવર સ્પીડ વાહનની ઝડપ માપી શકાશે.ઓવર સ્પીડ હશે તો મેમો આપી શકાશે.

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બિલ અનુસાર રેસિંગ કરતા ઝડપાશે તો પાંચ હજાર દંડ ચૂકવો પડશે. જ્યારે ઓવર સ્પીડ માટે નવા કાયદા પ્રમાણે બેથી ચાર હજાર દંડની જોગવાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.