ચૂંટણી પંચ/ ગુજરાત વહીવટીતંત્રને વધુ 51 અધિકારીઓની બદલી કરવાનો આપ્યો નિર્દેશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે તમામ પક્ષો તાડમાર તૈયારીઓમાં લાગી ગયા છે

Top Stories Gujarat
1 174 ગુજરાત વહીવટીતંત્રને વધુ 51 અધિકારીઓની બદલી કરવાનો આપ્યો નિર્દેશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે તમામ પક્ષો તાડમાર તૈયારીઓમાં લાગી ગયા છે. એવામાં કેન્દ્રીય ચૂંટણી પંચે બદનીના આદેશ રાજ્ય સરકારને આપ્યા હતા, જેના લીધે હાલ બદલીનો દૌર યથાવત રીતે ચાલું છે. છેલ્લા એકાદ મહિનાથી  આઇપીએઅને આઇએસની બદલીના સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પંચે ગુજરાત વહિવટીતંત્રને આદેશ કરતા હવે રાજ્ય સરકારે ઉચ્ચ અધિકારીઓની બદલીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે,સરકારે 6 આઇપીએસ સાથે 51 અધિકારીઓના બદલીના નિર્દેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતમાં 900 ટ્રાન્સફરના આદેશ બાદ ગુજરાત વહીવટીતંત્રને વધુ 51 અધિકારીઓની બદલી કરવાનો નિર્દેશ આપ્યો છે. અમદાવાદ અને સુરતમાં પોસ્ટ કરાયેલા 6 વરિષ્ઠ IPS અધિકારીઓનો સમાવેશ કરતા 51 અધિકારીઓનો આવતીકાલ સુધીમાં અમલ કરવા રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

નોંધનીય છે કે કેન્દ્રીય ચૂંટણી પંચે રાજયની મુલાકાત લઇને અંતિમ રીપોર્ટ તૈયારી કર્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ લગભગ 1લી નવેમ્બરે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.