સુરત શહેરનાં વેસૂ વિસ્તારમાંથી એક ખૂબ જ હ્રદયસ્પર્શી કેસ સામે આવ્યો છે. આ ઘટનામાં, કૂતરા સાથે એવી અમાનવીયતા કરવામાં આવી છે જે જોઇને તમે પણ કાંપી ઉઠશો. જણાવી દઇએ કે, મામલો વેસૂમાં ભગવાન મહાવીર કોલેજ નજીકનો છે, જ્યાં બે લોકો રસ્તા પર બાઇક સાથે એક કૂતરાને ખેંચીને લઈ જઇ રહ્યા છે. રસ્તા પર એક વ્યક્તિએ ઘટનાનો વીડિયો બનાવ્યો છે. પોલીસે હવે આ અમાનવીયતાનાં દોષિઓમાંથી એકની ધરપકડ કરી છે.
આ કેસ સાથે સંબંધિત વીડિયો સામે આવ્યા બાદ એક મહિલા સામાજિક કાર્યકર્તા સલોની રાઠીએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બીજો ફરાર છે. આ કેસમાં માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના વેસૂમાં ભગવાન મહાવીર કોલેજ પાસેનાં રસ્તા સાથે સંબંધિત છે. શહેરમાં એનિમલ સેફ્ટી ઇન્ડિયાનાં રાજ્ય સચિવ સલોની રાઠીએ આ મામલે ફરિયાદ નોંધ્યા બાદ મનપા હેઠળ અઠવા ઝોનમાં કાર્યરત બેલદાર હિતેશ (32) વિરુદ્ધ કાર્યવાહી કરતી વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ વાહન ચલાવતો બીજો આરોપી હજી ફરાર છે.
પોલીસે જણાવ્યું કે આ કેસમાં બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે મનપાકર્મી હિતેશની હતી. તેનો મિત્ર બાઇક ચલાવી રહ્યો હતો અને હિતેશ પાછળ બેઠો હતો અને કૂતરાને દોરીથી ખેંચી રહ્યો હતો. જ્યારે તે કૂતરો ખેંચી રહ્યો હતો, ત્યારે એક વ્યક્તિએ તેને આમ કરતા અટકાવ્યો, પરંતુ તેઓ અટક્યા નહીં, આ દરમિયાન તેણે એક વીડિયો બનાવી લીધો હતો.
Crime: રાજકોટમાં લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
Accident: નવસારી: બેફામ આઈસર ચાલકે સાઇકલ લઈને જઈ રહેલા વ્યક્તિને ઉડાવ્યો
Ahmedabad: જુહાપુરામાં બાળકી મળી હોવાની ફરિયાદ કરનાર નિકળ્યો બાળકીનો પિતા, પોલીસે બે આરોપીની કરી ધરપકડ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…