Disa/ સ્પા સેન્ટર સામે કાર્યવાહી કરવા પોસ્કો કોર્ટનો આદેશ

ડીસા સ્પા કેસ મામલે પોસ્કો કોર્ટે ગંભીરતાથી લીધો છે.  કોર્ટે આ આરોપીને જામીન નામંજૂર કરી આવા ગેરકાયદેસર ચાલતા સ્પા સેન્ટરો માં ચાલતા ગોરખધંધા મામલે પણ તપાસ કરવા માટે પોલીસને આદેશ કર્યો છે

Gujarat Others
jamnagar 3 સ્પા સેન્ટર સામે કાર્યવાહી કરવા પોસ્કો કોર્ટનો આદેશ

@ભરત સૂંદેશા, મંતવ્ય ન્યૂઝ બનાસકાંઠા

બનાસકાંઠા ના ડીસામાં 14 દિવસ અગાઉ સ્પા સેન્ટરમાં યુવતીની છેડતી મામલે ડીસાની કોર્ટે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ગેરકાયદેસર ચાલતા સ્પા સેન્ટરો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસને આદેશ કર્યો છે.

PM MODI PRAVAS: અમદાવાદ ફેરવાયું પોલીસ છાવણીમાં……

ડીસામાં જલારામ મંદિર સામે આવેલો સ્ટુડિયો11 નામના સ્પા સેન્ટરમાં 14 દિવસ અગાઉ એક યુવતીની છેડતી થઈ હોવાની ઘટના સામે આવી હતી.  જેમાં મોડી સાંજે એક યુવતી હેર મસાજ માટે આ સ્ટુડિયો 11 માં ગઈ હતી તે સમયે આ સ્પા સેન્ટર માં કામ કરતા સુશીલ યાદવ નામના પરપ્રાંતિય યુવકે યુવતીને રૂમમાં લઇ જઇ છેડતી કરી તેની સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરતા ફરિયાદ થઇ હતી.  તે સમયે પોલીસે તાત્કાલિક આ આરોપી ની અટકાયત કરી પોસ્કો મુજબ ગુનો નથી તપાસ શરૂ કરી હતી.

Jamnagar / ભુમાફિયા જયેશ પટેલના સાગરીત એવા નિલેશ ટોલીયા & કમ્પનીને…

જોકે આ સમગ્ર ઘટનાને ડીસાની પોસ્કો કોર્ટે ગંભીરતાથી લીધો છે.  કોર્ટે આ આરોપીને જામીન નામંજૂર કરી આવા ગેરકાયદેસર ચાલતા સ્પા સેન્ટરો માં ચાલતા ગોરખધંધા મામલે પણ તપાસ કરવા માટે પોલીસને આદેશ કર્યો છે એટલું જ નહીં પરંતુ જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેકટર અને ગૃહ વિભાગને પણ પત્ર લખી આ મામલે જાણ કરી છે અને આવા તમામ સ્પા સેન્ટરોની તપાસ કરી કોઈ ગેરકાયદેસર પ્રવુતિ ઝડપાઇ તો કડક કાર્યવાહી કરવા માટે જાણ કરી છે.

World / ફ્રાંસ અને તુર્કીની લડાઇમાં ઘૂસ્યું પાકિસ્તાન,  સંસદમાં લીધા…