Murder/ સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, જમીન વિવાદમાં આરોપીએ પોતાના સંબંધીની કરી હત્યા

ટેક્સટાઈલ સીટી એવા સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી કાઈમનો ગ્રાફ આગળ સતત આગળ વધી રહ્યો છે, ત્યારે સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સુરતના ઉધના વિસ્તારમાં એક જમીન વિવદામાં

Gujarat Surat
murder e1573648090307 સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, જમીન વિવાદમાં આરોપીએ પોતાના સંબંધીની કરી હત્યા

ટેક્સટાઈલ સીટી એવા સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી કાઈમનો ગ્રાફ આગળ સતત આગળ વધી રહ્યો છે, ત્યારે સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સુરતના ઉધના વિસ્તારમાં એક જમીન વિવદામાં સાઢુએ સાઢુભાઇનું ગળું કાપી કરપીણ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલે ઉધના પોલીસે આરોપી સાઢુનું અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના પર નજર કરીએ તો, સુરતના લિંબાયતમાં રહેતા મિત્તુ બટુક પ્રધાન લાશ ઉધના વિસ્તારમાં આવેલા વિજયનગરમાં મકાનમાંથી મળી આવી હતી. ઓરિસ્સામાં જમીન મુદ્દે બંને સાઢુભાઈઓ વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલતો હતો. જેમાં મિત્તુ જમીન મુદ્દે વાત કરવા માટે કંદરપાના ઘરે જતા બંને વચ્ચે ઝગડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા કંદરપાએ મિત્તુ પર ચાકુથી ઘા કરીને ગળુ કાપી નાખ્યું હતું. આ પછી લાશ કોથળામાં બાંધીને ત્યાંજ મુકીને રૂમ બંધ કરીને નાસી ગયો હતો.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે કેવડિયામાં હડકંપ, સુરક્ષામાં હાજર 10 જવાન કોરોના પોઝીટીવ

આ ઘટના અંગે મોડી રાત્રે પોલીસને માહિતી મળી હતી, ત્યારબાદ પોલીસે ત્યાં જઈને તપાસ કરતા કોથળામાં લાશ હતી. તપાસમાં તે લાશ મિત્તુની હોવાનું જણાયું.પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. આ વચ્ચે મીતું બટુક પ્રધાનની હત્યા બાદ હત્યારા કંદરપા ઓડિશા ભાગી છુટે તે પહેલાં જ પોલીસે પકડી પાડ્યો હતો.