Not Set/ ડુંગળી બાદ હવે દુધનો વારો, સુમુલ ડેરીએ દુધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો ઝીકયો

ડુંગળી,દાળ અને શાકભાજીની કિંમતમાં વધારો થયા  બાદ હવે દૂધના ભાવમાં વધારો થયો છે.મોંઘવારીના માર વચ્ચે પીસાતી જનતાને હવે સુમુલ ડેરીનું દૂધ મોંઘું પડશે.સુમુલ ડેરીએ પોતાની પ્રોડક્ટ ગોલ્ડ અને તાજામાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે.સુમુલ ડેરી દ્વારા ચાર મહિનામાં આ બીજી વાર ભાવ વધારો કરવામાં આવ્યો હતો. સાઉથ ગુજરાતની મોટી ડેરી કંપની સુમુલ ડેરીએ […]

Gujarat Surat
Untitled 82 ડુંગળી બાદ હવે દુધનો વારો, સુમુલ ડેરીએ દુધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો ઝીકયો

ડુંગળી,દાળ અને શાકભાજીની કિંમતમાં વધારો થયા  બાદ હવે દૂધના ભાવમાં વધારો થયો છે.મોંઘવારીના માર વચ્ચે પીસાતી જનતાને હવે સુમુલ ડેરીનું દૂધ મોંઘું પડશે.સુમુલ ડેરીએ પોતાની પ્રોડક્ટ ગોલ્ડ અને તાજામાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે.સુમુલ ડેરી દ્વારા ચાર મહિનામાં આ બીજી વાર ભાવ વધારો કરવામાં આવ્યો હતો.

સાઉથ ગુજરાતની મોટી ડેરી કંપની સુમુલ ડેરીએ સુમુલ ગોલ્ડ અને તાજા દૂધમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ભાવ વધાર્યો છે.  ઘાસચારાની અછત અને દૂધની તંગીના પગલે ભાવ વધારાનો  નિર્ણય લેવાયો હોવાનું સુમુલ ડેરીના એમડી સવજી ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે 5 ડિસેમ્બરે સુમુલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને અપાતા ફેટ દીઠ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.ભેંસના દુધમાં ફેટ દીઠ  કિલોએ પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે ગાયનાં દૂધમાં કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

ગત વર્ષ કરતા આ વર્ષે પશુપાલકોના ઘાસચારામાં પણ 30થી 40 ટકાનો વધારો થયો છે. જેથી ઘાસ પણ ખૂબ જ મોંઘું થયું છે. જેની અસર દુધના ભાવો પર જોવા મળી છે.

આ ભાવ વધારો થતાં તેનો બોજ ગ્રાહક પર પડશે તે નક્કી મનાતું હતું.ઉલ્લેખનીય છે કે સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં  ઓગસ્ટ મહીનામાં જ  વધારો કરવામાં આવ્યો હતો. સુમુલ ડેરી દ્વારા અમૂલ તાજા અને અમૂલ શક્તિના પ્રતિ લીટર દીઠ રૂપિયા ૨નો વધારો કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.