Not Set/ ઓનલાઇન ખરીદી પડી ભારે : મંગાવ્યો લાખનો આઈફોન, નીકળ્યો ….

અમદાવાદના સુનિલે એક મહિના પહેલા ઓનલાઇન વેબસાઈટ એમેઝોન પરથી 1 લાખ રૂપિયાનો એપલનો મોંઘોદાટ મોબાઈલ ફોન મંગાવ્યો હતો. જેમાં સુનીલને ફોનની ડિલિવરી મળ્યાં બાદ ખબર પડી હતી કે તેને મળેલ ફોન નકલી છે. તેથી તેણે એમેઝોન કંપની અને ડિસ્ટ્રીબ્યુટર્સ સહિત કુલ ત્રણ પક્ષોની સામે કાયદાકીય પગલાં ભરવાનું શરૂ કર્યું છે. ઓનલાઇન શોપિંગ કરતા લોકોએ થોડી સાવચેતી રાખીને […]

Top Stories Ahmedabad Gujarat
Amezon I phone ઓનલાઇન ખરીદી પડી ભારે : મંગાવ્યો લાખનો આઈફોન, નીકળ્યો ....

અમદાવાદના સુનિલે એક મહિના પહેલા ઓનલાઇન વેબસાઈટ એમેઝોન પરથી 1 લાખ રૂપિયાનો એપલનો મોંઘોદાટ મોબાઈલ ફોન મંગાવ્યો હતો. જેમાં સુનીલને ફોનની ડિલિવરી મળ્યાં બાદ ખબર પડી હતી કે તેને મળેલ ફોન નકલી છે. તેથી તેણે એમેઝોન કંપની અને ડિસ્ટ્રીબ્યુટર્સ સહિત કુલ ત્રણ પક્ષોની સામે કાયદાકીય પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

AHD Online Fraud 2 e1542291264610 ઓનલાઇન ખરીદી પડી ભારે : મંગાવ્યો લાખનો આઈફોન, નીકળ્યો ....
mantavyanews.com

ઓનલાઇન શોપિંગ કરતા લોકોએ થોડી સાવચેતી રાખીને જ ખરીદી કરવી જોઈએ. કેમ કે કેટલાક ભેજાભાજ ઈસમો પોતાનો મનસૂબો પાર પાડવા માટે નિર્દોષ પ્રજાને ટાર્ગેટ બનાવી રહયા છે અને તેમને ખોટી ખોટી લોભામણી લાલચો આપીને તેમને છેતરી રહ્યા છે.

જો વાત કરીએ તો આવો જ એક કિસ્સો ઓક્ટોબર માસ દરમિયાન અમદાવાદના સુનિલ શાહ નામની વ્યક્તિની સાથે બન્યો હતો. સુનિલે ઓનલાઇન સાઇટ એમેઝોન પર એપલ કંપનીનો 1 લાખ રૂપિયાનો મોબાઈલ ફોન મંગાવ્યો હતો. જે ફોન તેને ડિસ્કાઉન્ટની સાથે 80 હજારમાં પડ્યો હતો. અને આ માટે તેણે ઓનલાઇન રૂપિયા પણ ચૂકવી દીધા હતા.

AHD Online Fraud e1542291291896 ઓનલાઇન ખરીદી પડી ભારે : મંગાવ્યો લાખનો આઈફોન, નીકળ્યો ....
mantavyanews.com

ત્યારબાદ જયારે તેના હાથમાં ફોનની ડિલિવરી મળી હતી ત્યારે તેને ખબર પડી હતી કે ફોન તો એપલ કંપનીનો નથી, તે તો નકલી કંપનીનો છે. તેથી પોતાની સાથે છેતરપિંડી થઇ હોય તેવું સુનિલને ખ્યાલ આવતા તેણે એમેઝોન કંપની તેમજ ડિસ્ટ્રીબ્યુટર્સ સહિત કુલ ત્રણ જુદાજુદા પક્ષની સામે કાયદાકીય પગલાં ભરવાનું શરૂ કર્યું હતું.