Not Set/ ‘તમને દારુ કેમ નથી જડતો ?’ DSPએ ક્રાઇમ બ્રાન્ચને તતડાવ્યા

અસલાલી, રેન્જ આઈજી એ. કે. જાડેજાની આરઆરસેલ અને એસઓજી દ્વારા વિદેશી દારુના ઉપરાછાપરી કેસો કરાતાં અમદાવાદના જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર અસારીએ તેમની એલસીબી ટીમનો ઉધડો લીધો હતો. ત્યાર બાદ સક્રિય બનેલી એલસીબીની ટીમે અસલાલીમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સહિત 24 લાખ રુપીયાના મુદ્દામાલ સાથે બે શખસોની ધરપકડ કરી હતી. અમદાવાદના રેન્જ આઈજી એ. કે. જાડેજાની […]

Gujarat
્ોોીહ ‘તમને દારુ કેમ નથી જડતો ?’ DSPએ ક્રાઇમ બ્રાન્ચને તતડાવ્યા

અસલાલી,

રેન્જ આઈજી એ. કે. જાડેજાની આરઆરસેલ અને એસઓજી દ્વારા વિદેશી દારુના ઉપરાછાપરી કેસો કરાતાં અમદાવાદના જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર અસારીએ તેમની એલસીબી ટીમનો ઉધડો લીધો હતો. ત્યાર બાદ સક્રિય બનેલી એલસીબીની ટીમે અસલાલીમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સહિત 24 લાખ રુપીયાના મુદ્દામાલ સાથે બે શખસોની ધરપકડ કરી હતી.

અમદાવાદના રેન્જ આઈજી એ. કે. જાડેજાની આરઆર સેલ અને એસઓજી દ્વારા સતત વિદેશી દારુના કેસો થઈ રહ્યા હોવાથી અમદાવાદના જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર અસારી ગુસ્સે ભરાયા હતા. તેમની એલસીબી ટીમને એક્ટીવ થઇને વિદેશી દારુના કેસો શોધી કાઢવા સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

જેના આધારે એક્ટીવ બનેલી એલસીબીની ટીમે તેમના બાતમીદારોને પણ એક્ટીવ કર્યા હતા. જેના કારણે અસલાલી રિંગ રોડ પરથી વિદેશી દારુનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી લીધી હતી. અસલાલી રિંગરોડ પરથી પસાર થઈ રહેલી ટ્રકને અટકાવી એલસીબીની ટીમે ટ્રકમાં તલાસી લીધી હતી.

પોલીસને થાપ આપવા માટે ખેપીયાઓએ ટ્રકમાં બટાકા ભરેલા કોથળાઓનો જથ્થો ભર્યો હતો. જેની નીચે વિદેશી દારુની પેટીઓ સંતાડી હતી. એલસીબીની ટીમે દારુના ખેપીયા કુલદિપસિંહ શ્રીનિવાસ અને રાહુલ ઓમપ્રકાશ નામના બે શખસોની ધરપકડ કરી હતી.