@ભાવેશ રાજપૂત, અમદાવાદ
વેપારીના પુત્ર સહિત બે યુવકોનુ અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગનાર આરોપીને ક્રાઈમ બ્રાંચે ગણતરીના દિવસોમાં જ છોડાવ્યા છે.આરોપીઓએ બન્ને યુવકોનુ અપહરણ કરી બે દિવસ ગોંધી રાખી માર પણ માર્યો હતો.જેને પગલે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી ફરિયાદી વેપારીના પરિચિત એક સહિત 4 આરોપીની ધરપકડ કરી ખંડણી ના 40 લાખ રોકડા કબ્જે કર્યા છે.
– અપહરણ માટે માંગવામાં આવી 1 કરોડની ખંડણી
– વેપારીના બે યુવક મિત્રોનુ થયુ હતુ 31 ડિસેમ્બરે અપહરણ
– 48 કલાક સુધી સતત ચાલ્યો ચોર-પોલીસનો ખેલ
– ક્રાઇમ બ્રાન્ચની 150 પોલીસ કર્મીઓની મહેનત આખરે લાવી રંગ
– ક્રાઈમ બ્રાંચે અપહરણકર્તા ચારેય આરોપીની કરી ધરપકડ
સુરેન્દ્રનગર થી અમદાવાદ ખરીદી માટે આવેલા બે મિત્રો નુ પોલીસ ની ઓળખ આપી વસ્ત્રાલ પાસેથી અપહરણ કરવામા આવ્યુ હતુ. અપહરણ ના કલાકો બાદ અપહરણ કારોએ વેપારી પાસેથી માંગી હતી 1 કરોડની ખંડણી. ખંડણી અને યુવકોના હત્યાની ધમકી મળતા ગભરાયેલા ફરિયાદી આઝાદ હુદ્દા એ ક્રાઈમ બ્રાંચ સમક્ષ બનાવની રજૂઆત કરી હતી. જેના આધારે ક્રાઇમની અલગ અલગ 11 ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા અને અપહ્યુત સમીર હુદ્દા અને સમીર વઢવાણીયા ને છોડાવી લેવા માટે ઓપરેશન શરૂ કર્યુ. જેના 48 કલાક બાદ ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપી ને ઝડપી 40 લાખ રોકડા કબ્જે કર્યા.
– મુખ્ય આરોપી સિંકદરે કર્યુ હતુ અપહરણનું પ્લાનીંગ
– દેવાનુ ભારણ હટાવવા કર્યુ અપહરણ અને માંગી ખંડણી
– 500 થી વધુ વાહનો ની તપાસ કરી પોલીસે ઝડપ્યા આરોપી
– આરોપીઓ પકડાઈ ના જાય તે માટે પોલીસની ગતિવિધિ અને સમાચાર પર રાખતા હતા સતત નજર
ક્રાઈમ બ્રાંચે 150 પોલીસ કર્મીની મદદથી આ ગુનાના 4 આરોપી સિકંદર ઉર્ફે સલિમ,નિલેશ બારા, ધર્મેન્દ્ર ઉર્ફે ભીમો પરમાર અને વિપુલ રબારી ની ધરપકડ કરી છે.પકડાયેલા 4 આરોપી માથી સિંકદરે અપહરણ નુ પ્લાનિંગ કર્યુ હતુ.સિકંદર ફરિયાદી ના પરિચિત હતો અને પોતાનુ તથા વિપુલ નુ દેવુ ચુકવવા માટે અપહરણ અને ખંડણી નુ કાવતરું રચ્યુ હતુ. જે માટે 1 કરોડ ની ખંડણી માંગી અપહ્યુત યુવકની હત્યા ની ધમકી આપી હતી. આરોપી એ 31 ડિસેમ્બર ની રાતે બે યુવકોનુ વસ્ત્રાલ થઈ અપહરણ કરી બગોદરા, લિંમડી અને રાણપુર વિસ્તારમાં બે દિવસ ગોંધી રાખી 40 લાખની ખંડણી વસૂલી હતી.બીજી તરફ ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમોએ યુવકોને છોડાવવા માટે બગોદરા – તારાપુર હાઈવે પર 500 થી વધુ ગાડીઓ ચેકિંગ કરી આઈસરમા ફરાર થતા આરોપીને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલ અપહરણકર્તા આરોપીઓ એટલા ચાલક અને ચબરાક હતા કે પોલીસ અને ફરિયાદી થી બચવા માટે વડોદરાનો એવો વિસ્તાર પસંદ કર્યો હતો કે જ્યા 400 જેટલા ફાર્મહાઉસ આવેલા છે. ઉપરાંત એક દિવસ માત્ર પોલીસ અને ન્યૂઝ પર નજર રાખી હતી. જોકે પોલીસ ની ગંધ ન આવતા 40 લાખ રૂપિયા ની ખંડણી લેવા આરોપી બહાર આવ્યા અને પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા.જોકે આરોપી ની પુછપરછ મા હત્યા કરવા સુધી ની તૈયારી તેઓએ કરી હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસે આરોપી ના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.