Not Set/ અમદાવાદ: પ્રેમ સબંધ મામલે યુવકની સનસનીખેજ હત્યા

અમદાવાદ અમદાવાદ શહેરમાં હત્યાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વઘુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ દાણીલિમડા વિસ્તારમાં બન્યો હતો. જેમાં એક યુવકને છરીના તીક્ષ્ણ ઘા મારીને મોતને ઘાટ ઉત્તારી દેવાયો છે. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર દાણીલિમડામાં બેરલ માર્કેટ નામનો વિસ્તાર […]

Top Stories Ahmedabad Trending
ahd અમદાવાદ: પ્રેમ સબંધ મામલે યુવકની સનસનીખેજ હત્યા

અમદાવાદ

અમદાવાદ શહેરમાં હત્યાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વઘુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ દાણીલિમડા વિસ્તારમાં બન્યો હતો.

જેમાં એક યુવકને છરીના તીક્ષ્ણ ઘા મારીને મોતને ઘાટ ઉત્તારી દેવાયો છે. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર દાણીલિમડામાં બેરલ માર્કેટ નામનો વિસ્તાર આવેલો છે.

જ્યાં એક યુવક અન્ય બીજા યુવકની બહેન સાથે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સબંધમાં હતો. જેની તેના ભાઇને જાણ થતાં પ્રેમી યુવક સાથે બોલાચાલી થઇ હતી. જો કે આ બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો છે. જેથી આ બહેનનો  ભાઇ ઉશ્કેરાઇ ગયો હતો અને પ્રેમી યુવકને પેટના ભાગે 4 થી 5 જેટલા ઘા માર્યા હતા.

જો કે બહેરમીથી મારેલા આ ઘા ને કારણે આ પ્રેમી યુવકનું ઘટના સ્થળે જ કરૂણ  મોત નિપજ્યું હતું. આ ઘટના સાંભળીને  પ્રેમીના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો..હાલ તો આ મામલે પોલીસે  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….