Not Set/ અમદાવાદ : શહેરના રસ્તાઓ રીપેર થતા હજુ …. ચાર મહિના લાગશે !

ચોમાસામાં વરસાદમાં 50 ટકાની ઘટ પડવા છતાં પણ ઊબડખાબડ રસ્તાને રિપેર કરવાના મામલે તંત્રની ધીમી કામગીરીથી અકળાયેલા નાગરિકો માટે સારા સમાચાર છે. સત્તાવાળાઓએ આગામી એપ્રિલ સુધીમાં શહેરના તમામ ડિસ્કો રોડને સુધારવાનો દાવો કર્યો છે. સામાન્ય રીતે નવરાત્રિથી દિવાળી વચ્ચેના સમયગાળામાં રોડ રિસરફેસિંગના કામમાં ખાસ્સી ઝડપ કરાય છે, પરંતુ આ વખતે તો તંત્ર દ્વારા રોડ રિસરફેસિંગના […]

Ahmedabad Gujarat Trending
10BGPAGE3 અમદાવાદ : શહેરના રસ્તાઓ રીપેર થતા હજુ .... ચાર મહિના લાગશે !

ચોમાસામાં વરસાદમાં 50 ટકાની ઘટ પડવા છતાં પણ ઊબડખાબડ રસ્તાને રિપેર કરવાના મામલે તંત્રની ધીમી કામગીરીથી અકળાયેલા નાગરિકો માટે સારા સમાચાર છે. સત્તાવાળાઓએ આગામી એપ્રિલ સુધીમાં શહેરના તમામ ડિસ્કો રોડને સુધારવાનો દાવો કર્યો છે.

સામાન્ય રીતે નવરાત્રિથી દિવાળી વચ્ચેના સમયગાળામાં રોડ રિસરફેસિંગના કામમાં ખાસ્સી ઝડપ કરાય છે, પરંતુ આ વખતે તો તંત્ર દ્વારા રોડ રિસરફેસિંગના બદલે માત્ર પેચવર્કના થાગડથીંગડ જ કામ કરાયા હતા.

સત્તાવાળાઓ દ્વારા રોડ રિપેરિંગ માટે 3.50 લાખ મે‌િટ્રક ટન માલ ઉપયોગમાં લેવાશે, પરંતુ દેવદિવાળી બાદ માત્ર પ્રતિદિવસ 3000 મે‌િટ્રક ટન માલ વપરાયો છે.

અત્યારે રોડ માટે શહેરમાં કુલ 10 પેવર ચાલતા હોઇ જ્યાં નીચા લેવલની સોસાયટીનો પ્રશ્ન છે તેવા સ્થળે રોડના કામમાં મિલિંગ ટેકનોલોજી અપનાવાશે એટલે કે રસ્તાને પહેલાં થોડો ખોદીને સમતળ કરાશે અને ત્યાર પછી તેના પર ડામરનું થર પથરાશે.