Not Set/ કોન્સ્ટેબલને એક્સરે રૂમમાં બંધ કરીને આરોપીનો ભાગવાનો પ્રયાસ, ગણતરીના સમયમાં…

અમદાવાદ, અમદાવાદ શહેરના સોલા સીવીલ હોસ્પિટલ ખાતે પોક્સો ગુનાના આરોપીને સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. તે દરમિયાન આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે બાદમાં સોલા પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીને ઝડપી લીધો હતો. સોલા પોલીસ પોક્સોના ગુનામાં ફરાર આરોપી રોહીત ચૌહાણને મધ્યપ્રદેશથી ધરપકડ કરીને અમદાવાદ લાવી હતી. ત્યારબાદ કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા તેને […]

Gujarat
Untitled 3 કોન્સ્ટેબલને એક્સરે રૂમમાં બંધ કરીને આરોપીનો ભાગવાનો પ્રયાસ, ગણતરીના સમયમાં...

અમદાવાદ,

અમદાવાદ શહેરના સોલા સીવીલ હોસ્પિટલ ખાતે પોક્સો ગુનાના આરોપીને સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. તે દરમિયાન આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે બાદમાં સોલા પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીને ઝડપી લીધો હતો.

સોલા પોલીસ પોક્સોના ગુનામાં ફરાર આરોપી રોહીત ચૌહાણને મધ્યપ્રદેશથી ધરપકડ કરીને અમદાવાદ લાવી હતી. ત્યારબાદ કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. ગઈ કાલે બાથરૂમ જતા સમયે લપસી જતા તેને પગે ઈજા પહોંચતા સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

દરમિયાન એકસ-રે કરાવ્યા બાદ સાથી પોલીસ કર્મી એક્સ-રેની કોપી લેવા માટે ડાર્ક રૂમમાં ગયો હતો. ત્યારે આરોપી પોલીસકર્મીને બહારથી લોક કરીને ફરાર થઈ ગયો હતો.

રૂમમાં બંધ પોલીસકર્મીએ રૂમની બારીમાંથી બહાર જઈને કંટ્રોલ રૂમ અને હોસ્પિટલ તંત્રને જાણ કરી તેની શોધખોળ આદરી હતી. બાદમાં સોલા પોલીસે આરોપીને હોસ્પિટલના દસમાં માળેથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.