Not Set/ અમદાવાદ: પકવાન ચાર રસ્તા પરની ગેરકાયદે બિલ્ડીંગને AMC દ્વારા તોડી પડાઈ

અમદાવાદ, એએમસી દ્વારા ગેરકાયદેસર ઉભા કરાયેલા બાંધકામનું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે પકવાન ચાર રસ્તા પાસે ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી બિલ્ડીંગને તોડી પડવાની કામગિરી શરૂ કરવામાં આવી હતી. વહેલી સવારથી કોર્પોરેશનના અધિકારીઓએ આ બિલ્ડીંગને તોડવા માટે અહીં આવી પહોંચ્યા હતા અને 9 વાગ્યા સુધીમાં 30 ટકા જેટલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. મળતી માહિતી […]

Top Stories Ahmedabad Gujarat Trending
building

અમદાવાદ,

એએમસી દ્વારા ગેરકાયદેસર ઉભા કરાયેલા બાંધકામનું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે પકવાન ચાર રસ્તા પાસે ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી બિલ્ડીંગને તોડી પડવાની કામગિરી શરૂ કરવામાં આવી હતી. વહેલી સવારથી કોર્પોરેશનના અધિકારીઓએ આ બિલ્ડીંગને તોડવા માટે અહીં આવી પહોંચ્યા હતા અને 9 વાગ્યા સુધીમાં 30 ટકા જેટલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર આ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરને કોર્પોરેશન દ્વારા અમુક એરિયાની જ જગ્યા આપવામાં આવી હતી. પરંતુ બિલ્ડરે કોઈ પણ જાતનું ધ્યાન રાખ્યા વિના 6 માળ ઉભી કરી નાખ્યા હતા. તે પણ ગેરકાયદેસર રીતે જ્યારે કોર્પોરેશનના એક અધિકારી ચૈતન્ય શાહ સાથે મંતવ્ય ન્યૂઝની મૌખિક વાત થઈ ત્યારે તેમને જણાવ્યું કે આ ગેરકાયદેસર બિલ્ડીંગને લઈને અમને કોર્પોરેશનને નોટિસ મળી હતી અને આ નોટિસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મળી હતી.

jam 6 અમદાવાદ: પકવાન ચાર રસ્તા પરની ગેરકાયદે બિલ્ડીંગને AMC દ્વારા તોડી પડાઈ

પરંતુ આચારસંહિતા લાગુ હોવાથી ડીમોલેશનની કામગીરી ચાલુ કરવામાં આવી ન હતી. સવાલ એ ઉભો થાય છે કે ઇલેકશન પૂરું થયું ને 3 મહિના જેટલો સમય થયો છતાં પણ કોર્પોરેશન દ્વારા કેમ આ બિલ્ડીંગનું ડિમલોશન કરવામાં કેમ મોડું કરવામાં આવ્યું. આ જોતા કહી શકાય છે કે આ સમગ્ર ઘટનામાં કોર્પોરેશનના અધિકારી અને બિલ્ડર વચ્ચે કોઈ સાઠગાંઠ હશે.

jam 7 અમદાવાદ: પકવાન ચાર રસ્તા પરની ગેરકાયદે બિલ્ડીંગને AMC દ્વારા તોડી પડાઈ

ઉલ્લેખનીય છે પકવાન ચાર રસ્તાની કોર્પોરેશનની ઓફિસ માત્ર 1 થી 2 કિલોમીટર જ દૂર છે. છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓને આ બિલ્ડીંગનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે ક્યાં હતા. તે પણ એક સવાલ ઉભો થાય છે.