Not Set/ અમદાવાદ: ઉતરાયણમાં 20 જેટલા લોકો પીધેલી હાલતમાં પકડાયા

ઉતરાયણ એટલે મોજ મસ્તીનો દિવસ પણ અમુક એવાં લોકો જે મોજમસ્તી એટલે દારૂની મહેફિલ કરવી આવું સમજતાં હોય છે. પહેલાં ઉતરાયણમાં પોગ્રામ એવા બનતાં જેમાં ચીક્કી, તલના લાડુ, ઉંધીયુ જલેબી આવું બધું કરવામાં આવતું, પણ આજના યુવાનો ઉતરાયણ એટલે પતંગ સાથે સાથે દારૂની મહેફિલ માણવી આવા પ્રોગામોમાં મજા માણતાં થઈ ગયાં છે. અમદાવાદના ન્યુ-રાણીપ વિસ્તારમાં […]

Top Stories
Makar sankrant અમદાવાદ: ઉતરાયણમાં 20 જેટલા લોકો પીધેલી હાલતમાં પકડાયા

ઉતરાયણ એટલે મોજ મસ્તીનો દિવસ પણ અમુક એવાં લોકો જે મોજમસ્તી એટલે દારૂની મહેફિલ કરવી આવું સમજતાં હોય છે. પહેલાં ઉતરાયણમાં પોગ્રામ એવા બનતાં જેમાં ચીક્કી, તલના લાડુ, ઉંધીયુ જલેબી આવું બધું કરવામાં આવતું, પણ આજના યુવાનો ઉતરાયણ એટલે પતંગ સાથે સાથે દારૂની મહેફિલ માણવી આવા પ્રોગામોમાં મજા માણતાં થઈ ગયાં છે.

અમદાવાદના ન્યુ-રાણીપ વિસ્તારમાં આવેલા આર્ય આર્ક્ડના ધાબા ઉપરથી દારૂની મહેફિલ માણતાં 20 કરતાં પણ વધારે લોકોને સાબરમતી પોલીસે રેડ પાડીને તેમણી ધરપકડ કરી છે.

પોલીસે તુરંત કાર્યવાહી કરીને ન્યુ રાણીપના વિસ્તારમાં જેસ્ટી સ્ટ્રીટ હોટલના ધાબા ઉપર ડીજેના ગીતોમાં દારૂની મહેફિલમાં ઇન્જોય કરતાં નબીરાઓના રંગમાં ભંગ પાડ્યો અને તેમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે. આ પાર્ટીમાં લોકો bmw,ઓડી, મર્સીડીઝ જેવી મોધી કરોને લઈને આવ્યાં હતાં.