Not Set/ ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂને રાષ્ટ્રપતિ ભવનમાં આપવામાં આવ્યું “ગાર્ડ ઓફ ઓનર”

ઇઝરાયેલના પ્રાઈમ મીનીસ્ટર બેંજામિન નેતન્યાહૂ રવિવારથી છ દિવસના ભારત પ્રવાસે દિલ્લી પહોંચ્યા હતા. ત્યારબાદ સોમવારે તેઓ કેટલીક મહત્વની બેઠકોમાં ભાગ લેવાના છે. હૈદરાબાદ હાઉસમાં બંને રાષ્ટ્રપ્રમુખ વચ્ચે દ્વિપક્ષીય યાત્રા યોજાવાની છે. આ પહેલા ઇઝરાયેલ પીએમને રાષ્ટ્રપતિ ભવનમાં “ગાર્ડ ઓફ ઓનર” આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ રાજ્યમંત્રી, ત્રણેય સેનાના પ્રમુખ સહિતના ઉચ્ચ […]

Top Stories
DTjkdnTVQAA6D t ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂને રાષ્ટ્રપતિ ભવનમાં આપવામાં આવ્યું "ગાર્ડ ઓફ ઓનર"

ઇઝરાયેલના પ્રાઈમ મીનીસ્ટર બેંજામિન નેતન્યાહૂ રવિવારથી છ દિવસના ભારત પ્રવાસે દિલ્લી પહોંચ્યા હતા. ત્યારબાદ સોમવારે તેઓ કેટલીક મહત્વની બેઠકોમાં ભાગ લેવાના છે. હૈદરાબાદ હાઉસમાં બંને રાષ્ટ્રપ્રમુખ વચ્ચે દ્વિપક્ષીય યાત્રા યોજાવાની છે. આ પહેલા ઇઝરાયેલ પીએમને રાષ્ટ્રપતિ ભવનમાં “ગાર્ડ ઓફ ઓનર” આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ રાજ્યમંત્રી, ત્રણેય સેનાના પ્રમુખ સહિતના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ હાજર રહ્યા હતા.

ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ સોમવારે આ કાર્યક્રમ અને બેઠકોમાં હાજર રહેશે.

સવારે ૧૦.૩૦ વાગ્યે : રાજઘાટ પર પહોચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

૧૨ વાગ્યે – હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી અને નેતાયાહું વચ્ચે મુલાકાત થશે.

બપોરે ૧૨.૩૦ વાગ્યે – ડેલીગેશનની સ્તરની વાર્તા યોજાશે.

૧ વાગ્યે- સમજૂતી કરાર પર હસ્તાક્ષર અને મીડિયા સમક્ષ બંને રાષ્ટ્રપ્રમુખ રૂબરૂ થશે.

સાંજે ૫.૪૫ વાગ્યે – રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે બેઠક.

સાંજે ૭ વાગ્યે – હોટેલ તાજ ડિપ્લોમેટ ખાતે ઈન્ડો-ઇઝરાયેલ સીઇઓ ફોરમ સાથેની બેઠક યોજાશે.

૭.૩૦ વાગ્યે – ભારત-ઇઝરાયેલ વ્યાપાર સમિટ પર ચર્ચા થશે જેમાં ઇઝરાયલની ટોચની ડિફેન્સ હથિયારોની કંપનીઓના પ્રતિનિધિઓ બે દેશોના સીઇઓ ફોરમની બેઠકમાં ભાગ લેશે.