Not Set/ એક્સપ્રેસ હાઈવે પર 4 વાહનો વચ્ચે અકસ્માત, બે વ્યક્તિના ઘટનાસ્થળ પર જ મોત,7 ઇજાગ્રસ્ત

અમદાવાદ ગત રાત્રે એક્સપ્રેસ હાઈવે પર 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એસટી બસ, બે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ, બે ટેન્કર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. મળતી માહિતી અનુસાર એક્સપ્રેસ હાઈવે પર આવેલ રિલાયન્સ […]

Gujarat

અમદાવાદ

ગત રાત્રે એક્સપ્રેસ હાઈવે પર 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એસટી બસ, બે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ, બે ટેન્કર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં.

મળતી માહિતી અનુસાર એક્સપ્રેસ હાઈવે પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પમ્પ નજીક અકસ્માત સર્જાયો હતો. ખેડા જિલ્લાના માકવા ગામની સીમ પાસે અકસ્માત થયો હતો.

આ અકસ્માત એસટી બસની ખાલી સાઈડે દૂધના ટેન્કરના ચાલકે ઓવરટ્રેક કરતી વખતે દુર્ઘટના થઇ હતી. અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

એસટી બસ અમદાવાદથી દાહોદ જઈ રહી હતી. બસમાં લગભગ 50 જેટલા મુસાફરો સવાર હતાં. ઘટનાની જાણ થતા જ 2 એમ્બ્યુલન્સ અને એક્સપ્રેસ વે સેફટી પેટ્રોલિંગ વાન ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.