Not Set/ અંબાજી: બસ પર પથ્થરમારો કરી મચાવી લૂંટ

અંબાજી, અંબાજી હડાદ માર્ગ પર ફરી એક વખત લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ માર્ગ પર આવેલા ચીખલી ગામ નજીક અજાણ્યા ઈસમો દ્વારા વાહનોને ટાર્ગેટ કરવામાં આવ્યા. પથ્થરમારો કરી ગાડીઓને નુકશાન કરવામાં આવ્યું. જેને લઈ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પરંતુ પોલીસ કાર્યવાહીને અભાવે લોકો આ માર્ગે રાત્રી મુસાફરી બંધ પણ કરી શકે તેવી […]

Gujarat
rjt 1 અંબાજી: બસ પર પથ્થરમારો કરી મચાવી લૂંટ

અંબાજી,

અંબાજી હડાદ માર્ગ પર ફરી એક વખત લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ માર્ગ પર આવેલા ચીખલી ગામ નજીક અજાણ્યા ઈસમો દ્વારા વાહનોને ટાર્ગેટ કરવામાં આવ્યા. પથ્થરમારો કરી ગાડીઓને નુકશાન કરવામાં આવ્યું. જેને લઈ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પરંતુ પોલીસ કાર્યવાહીને અભાવે લોકો આ માર્ગે રાત્રી મુસાફરી બંધ પણ કરી શકે તેવી ભિતી સેવાઇ રહી છે.

અંબાજી હડાદ માર્ગ આદિવાસી વિસ્તારમાંથી પસાર થાય છે. અગાઉ આ વિસ્તારમાં ગાડીઓને રોકી લૂંટ ચલાવવામાં આવતી હતી. આ પ્રવૃત્તિ છેલ્લા કેટલાક સમય થી ફરી ઉભી થઈ છે. આજે વહેલી સવારે જ્યારે વાહનો અંબાજી તરફ આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા ઈસમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. ST ની એક બસ જ્યારે ખાનગી લક્ઝરી પર પથ્થરમારો કરી લૂંટ ચાલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. સ્થાનિક મુસાફરો નું કહેવું છે કે અમારી ગાડી પર લૂંટ ચલાવવામાં આવી. જેમાં કાચ તોડી અમારી પાસે થી નાણાં લેવામાં આવ્યા. જાહેર માર્ગ પર થતી લૂંટ ને લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ને લઈ સવાલો ઉભા થયા છે.

સમગ્ર ઘટના મામલે મુસાફરો એવું કહી રહ્યા છે કે લૂંટ ચલાવી. જ્યારે પોલીસે સરકારી મિલકતને નુકશાન પહોંચડવા, લૂટ કરવાનો ગુનોદાખલ કરવામાં આવ્યો છે.

અગાઉ અંબાજી માર્ગના આદિવાસી વિસ્તારમાં રાત્રી દરમ્યાન હુમલા થતાં હતાં. પરંતુ હવે હુમલાખોરો અને લૂંટારાઓ ફરી લૂંટ ચલાવી રહ્યા છે. એક બાદ એક રસ્તા પર જતી ગાડીઓ રોકી તેમની પર પથ્થરમારો કરી લૂંટના પ્રયાસ કરવામાં આવે છે. જો પોલીસ આ મામલે યોગ્ય કાર્યવાહી નહી કરે તો આગામી સમયની જેમ હડાદ અંબાજી માર્ગ પર લોકો રાત્રી દરમ્યાન મુસાફરી બંધ કરે તો નવાઈ નહીં.