Not Set/ આણંદ: અમુલના એમડીએ આપ્યું રાજીનામું, 450 કરોડના ગોટાળાનો લાગ્યો આરોપ

આણંદની અમૂલ ડેરીના એમ.ડીએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. અમૂલની બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં કે.રત્નમે રાજીનામું ધરી દીધું હતું. કે.રત્નમે અચનાક જ એમ.ડી પદ પરથી રાજીનામું આપી દેતા લોકો બેઠકમાં હાજર રહેલા લોકો ચોંકી ઉઠ્યા હતા.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી આ વિવાદ ચાલી રહ્યો હતો. બાદમાં કે.રત્નમે રાજીનામું આપ્યું છે. રાજ્યની સ્થિતિ વિશ્વની […]

Top Stories
d5349c2 આણંદ: અમુલના એમડીએ આપ્યું રાજીનામું, 450 કરોડના ગોટાળાનો લાગ્યો આરોપ

આણંદની અમૂલ ડેરીના એમ.ડીએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. અમૂલની બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં કે.રત્નમે રાજીનામું ધરી દીધું હતું. કે.રત્નમે અચનાક જ એમ.ડી પદ પરથી રાજીનામું આપી દેતા લોકો બેઠકમાં હાજર રહેલા લોકો ચોંકી ઉઠ્યા હતા.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી આ વિવાદ ચાલી રહ્યો હતો. બાદમાં કે.રત્નમે રાજીનામું આપ્યું છે.

રાજ્યની સ્થિતિ વિશ્વની ટોપ ક્લાસની ડેરી અને વર્ષોથી ભારત અને ગ્લોબલ ફ્રંટ પર નામના હાંસલ કરનાર અમૂલમાં ફ્રોડની ફરિયાદ બહાર આવી છે, સુત્રો દ્વારા મળેલી જાણકાર અનુસાર અમૂલના એમડી કે, રત્નમે રૂપિયા ૪૫૦ કરોડનું ફ્રોડ આચર્યું છે. જેને જોતા અમૂલે તાત્કાલિક સંજ્ઞાન લેતા બોર્ડ બેઠક બોલાવી છે. અચાનક બોલવામાં આવેલ આ બોર્ડ બેઠકે ચોતરફ અફવાનોના વર્તુળોએ જોર પકડ્યું છે.

કંપનીના ખાનગી સુત્રોએ જણાવ્યું કે જૂન, ૨૦૧૪માં અમૂલમાં એમડીનો પદભાર સાંભળનાર કે. રન્તમે ૪૫૦ કરોડની ઘાંધલી અમૂલમાં કરી છે. કે, રત્નએ  વર્ષ ૨૦૦૭માં વિશ્વ પ્રખ્યાત કો- ઓપરેટીવ સંસ્થાના જરનલ મેનેજરનો પદભાર સંભાળ્યો હતો. છેલ્લા ચાર વર્ષથી તેઓ અમૂલના એમડી તરીકે કાર્યરત હતા. 1995મા તે અમૂલ સાથે જોડાયા હતા. શરૂઆતમાં તેઓ પ્રોડક્ટ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટના ડેપ્યુટી મેનેજર તરીકે જોડાયા હતા, અમૂલમાં જોડાયા તે પહેલા ત્રણ વર્ષ સુધી સરદાર પટેલ યુનિવર્સીટીમાં લેક્ચર્સ આપ્યા હતા, જેમાંથી તેઓએ પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું હતું.