Not Set/ ડીજીટલ જાહેરખબરનું બજાર 19 હજાર કરોડે પહોંચશે

નવી દિલ્હી, ૨૦૨૦ સુધીમાં ડિજીટલ એડવર્ટાઈઝિંગ ઈન્ડસ્ટ્રી કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) ૩૨ ટકાના દરે વધશે તેમ એક અહેવાલમાં જણાવાયુ છે. તેમજ તેના પગલે ઈન્ડસ્ટ્રીનું કદ રૂપિયા ૧૮૯૮૬ કરોડ સુધી પહોંચે તેવી પણ ધારણા છે. જેનુ મહત્વનુ કારણ છે સસ્તા દરે મળતો ડાટા અને સ્માર્ટ ફોનનો વધી રહેલ વપરાશ. ડિજીટલ એડનો ખર્ચ હાલમાં રૂપિયા ૮૨૦૨ […]

Top Stories
social media ડીજીટલ જાહેરખબરનું બજાર 19 હજાર કરોડે પહોંચશે
નવી દિલ્હી,
૨૦૨૦ સુધીમાં ડિજીટલ એડવર્ટાઈઝિંગ ઈન્ડસ્ટ્રી કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) ૩૨ ટકાના દરે વધશે તેમ એક અહેવાલમાં જણાવાયુ છે. તેમજ તેના પગલે ઈન્ડસ્ટ્રીનું કદ રૂપિયા ૧૮૯૮૬ કરોડ સુધી પહોંચે તેવી પણ ધારણા છે. જેનુ મહત્વનુ કારણ છે સસ્તા દરે મળતો ડાટા અને સ્માર્ટ ફોનનો વધી રહેલ વપરાશ.

images 2 ડીજીટલ જાહેરખબરનું બજાર 19 હજાર કરોડે પહોંચશે
ડિજીટલ એડનો ખર્ચ હાલમાં રૂપિયા ૮૨૦૨ કરોડનો છે, જે જાહેરાત ઊદ્યોગના કુલ ખર્ચમાં ૧૫ ટકા હિસ્સો ધરાવે છે. જે ૨૦૨૦ સુધીમાં ૨૪ ટકા સુધી પહોંચવાની ધારણા છે. ડેન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં દર્શાવે છે કે ડિઝિટલ એડવર્ટાઈઝિંગ ઉદ્યોગના કુલ ખર્ચમાં ૧૫ ટકા યોગદાન આપે છે, જે હાલમાં રૂપિયા ૮૨૦૨ કરોડ છે. આ ૨૦૨૦ સુધીમાં ૨૪ ટકા સુધી પહોંચવાની ધારણા છે. ભારતીય એડવર્ટાઈઝિંગ ઉદ્યોગ રૂપિયા ૫૫૯૬૦ કરોડનો છે અને તે  ૨૦૨૦ સુધીમાં ૧૨.૫ ટકાના સીએજીઆર દરે વધીને રૂપિયા ૭૭૬૨૩ કરોડ સુધી પહોંચવાની ધારણા છે.

digitalads ડીજીટલ જાહેરખબરનું બજાર 19 હજાર કરોડે પહોંચશે

ડેનના સાઉથ એશિયાના ચેરમેન અને ચીફ એક્ઝીક્યુટીવે જણાવ્યુ હતું કે, ડિજીટલ જાહેરાતના ખર્ચે સરેરાશ દરથી અંદાજે ત્રણ ગણો ઝડપથી વધી રહ્યો છે અને ડિજીટલ એડ ભવિષ્યમાં મહત્વનુ માધ્યમ બનશે. જેનુ મહત્વનુ કારણ ઝડપથી વધી રહેલ મોબાઈલનો વપરાશ અને ડેટાનો વપરાશ છે. વર્તમાન સમયમાં ઈન્ટરનેટના નવા વપરાશકર્તાઓમાં ૯૫ ટકા ગ્રામીણનો સમાવેશ થાય છે, જેઓ મોબાઈલ પર ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે.