Not Set/ બની શકે છે હું ક્યારેય ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ ન કરી શકું : ડેવિડ વોર્નર

સિડની, બોલ ટેમ્પરિંગના વિવાદમાં શામેલ ઓસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વોર્નર પર લાદવામાં આવેલા ૧ વર્ષના પ્રતિબંધ બાદ વોર્નરે સિડની ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ડેવિડ વોર્નર વારંવાર ભાવુક થયો હતો અને આ વિવાદ બદલ માફી માંગી હતી. શનિવાર સવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વોર્નરે ભીની આંખો સાથે સાઉથ આફ્રિકા […]

Sports
dfhfhf બની શકે છે હું ક્યારેય ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ ન કરી શકું : ડેવિડ વોર્નર

સિડની,

બોલ ટેમ્પરિંગના વિવાદમાં શામેલ ઓસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વોર્નર પર લાદવામાં આવેલા ૧ વર્ષના પ્રતિબંધ બાદ વોર્નરે સિડની ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ડેવિડ વોર્નર વારંવાર ભાવુક થયો હતો અને આ વિવાદ બદલ માફી માંગી હતી.

શનિવાર સવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વોર્નરે ભીની આંખો સાથે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન થયેલા બોલ ટેમ્પરિંગ પર દુઃખ જતાવ્યું હતું.

વોર્નરે જણાવ્યું હતું કે, હમણાં ક્રિકેટની રમત અંગે રિટાયર્ડમેન્ટને લઇ કોઈ સવાલ નથી અને આજ્ઞા લીધી હતી કે તેઓ ઓસ્ટ્રેલિયાની પબ્લિક સમક્ષ માફી માંગવા માટે કઈ પણ કરવા માટે તૈયાર છે.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, ” મને આશા છે કે હું ૧૨ મહિનાના પ્રતિબંધ બાદ વધુ એકવાર ઓસ્ટ્રેલિયા માટે રમશે. મારા દિમાગમાં એક વાત છે કે, એક દિવસ મને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે, પરંતુ થઇ શકે છે એ દિવસ ક્યારેય પણ ન આવે.

બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ પહેલીવાર મીડિયા સામે આવેલા વોર્નરે જણાવ્યું હતું કે, , તમામ ઓસ્ટ્રેલિયન નાગરિક છે, પછી ભલે તમે ક્રિકેટના ચાહકો હોય કે ના હોય, હું તમારા બધાની મારા કૃત્યથી દેશની પ્રતિષ્ઠાને થયેલા નુંકશાન માટે માફી માંગુ છું. હું ક્રિકેટ દ્વારા મારા દેશને સન્માન અપાવવા માંગુ છું અને હું એક વાઈસ-કેપ્ટન તરીકે પોતાની જવાબદારી અદા કરવામાં નિષ્ફળ રહ્યો છું.

મહત્વનું છે કે, બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ડેવિડ વોર્નરને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા એક વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે તેમજ IPL-૧૧મી સિઝન માટે સનરાઈઝ હૈદરાબાદની ટીમના કેપ્ટનપદેથી પણ હકાલપટ્ટી કરવામાં આવી ચૂકી છે.

શું હતો મામલો ?

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન કાંગારું ઓપનર બેન્ક્રોફ્ટ મેચ દરમિયાન પોતાના પેન્ટમાંથી કોઈ પીડા રંગની એક વસ્તુ કાઢતો જોવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ સામે આવેલા વિડીયોમાં જોવામાં આવ્યું હતું કે, બેન્ક્રોફ્ટ બોલ પર કઈક વસ્તું લગાવી રહ્યો છે અને ફરીથી પોતાના ખિસ્સામાં રાખી રહ્યો છે.