Gujarat election 2022/ આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણી ગયા વખત કરતાં વધુ હાઇટેક

આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણી થોડી વધુ હાઇટેક (Hightech) અને ટેકનોસાવી (Technosavy)થવાની છે. આ વખતની ચૂંટણીમાં મતદારને તે અધિકાર આપવામાં આવ્યો છે કે જો તેને ચૂંટણીમાં ગેરરીતિ થતી લાગતી હોય કે ચૂંટણી અધિકારી(Election official)નું વર્તન યોગ્ય રીતે લાગતું ન હયતો તેની ફરિયાદ (Complain) તાત્કાલિક સુવિધા પોર્ટલ અથવા c-VIGIL app પરથી કરી શકશે.

Top Stories Gujarat
cvigil jpg આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણી ગયા વખત કરતાં વધુ હાઇટેક
  • નાગરિકોને મતદાનમથકમાં કોઈપણ ગેરરીતિ જણાય તો તાત્કાલિક ફરિયાદ કરી શકાશે
  • સુવિધા પોર્ટલ કે c-VIGIL app પરથી પણ ફરિયાદ કરી શકાશે
  • ગેરરીતિનો 100 મિનિટમાં જ ઉકેલ લાવવાનો પંચનો દાવો
  • ચૂંટણી અધિકારીનું વર્તન અયોગ્ય ન લાગે તો પણ ફરિયાદ કરો

આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણી થોડી વધુ હાઇટેક (Hightech) અને ટેકનોસાવી (Technosavy)થવાની છે. આ વખતની ચૂંટણીમાં મતદારને તે અધિકાર આપવામાં આવ્યો છે કે જો તેને ચૂંટણીમાં ગેરરીતિ થતી લાગતી હોય કે ચૂંટણી અધિકારી(Election official)નું વર્તન યોગ્ય રીતે લાગતું ન હયતો તેની ફરિયાદ (Complain) તાત્કાલિક સુવિધા પોર્ટલ અથવા c-VIGIL app પરથી કરી શકશે. આ પ્રકારની ફરિયાદનો 100 મિનિટની અંદર જ ઉકેલ લાવવાનો દાવો ચૂંટણીપંચે કર્યો છે. આ ચૂંટણીઓ ઇવીએમ(EVM)થી શરૂ થયેલી ચૂંટણીઓ હવે વધુને વધુ મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક થઈ રહી છે.

Gujarat Election 2022 ની તારીખની જાહેરાત કરવાની સાથે ચૂંટણીપંચે (Election comission) જણાવ્યું છે કે મતદાન શાંતિપૂર્ણ અને યોગ્ય રીતે થાય તે માટે ખાસ આયોજનો કરવામાં આવ્યા છે.જો મતદાન પ્રક્રિયા યોગ્ય રીતે ન થતી જણાય તો મતદાર અથવા ઉમેદવાર મતદાન કેન્દ્ર પરથી જ તેની ફરિયાદ સુવિધા પોર્ટલ અથવા c-VIGIL app પરથી કરી શકશે. આમ ચૂંટણીપંચ પણ હવે સમય વીતવાની સાથે વધુને વધુ હાઇટેક થઈ રહ્યું છે.

મોબાઇલ ફોનથી પણ ગેરરીતિની ફરિયાદ નોંધાવી શકાશે

નાગરિક મોબાઇલ ફોનથી પણ મતદાનની ગેરરીતિ અંગેની ફરિયાદ નોંધાવી શકશે. તેણે ફક્ત તેનું જીપીએસ (GPS) લોકેશન ઓન રાખવાનું રહેશે. મોબાઇલ દ્વારા વ્યક્તિ જયાં હશે ત્યાંથી જ ફરિયાદ કરી શકશે. જો કોઈ વ્યક્તિ મોબાઇલમાં ફરિયાદ લખવામાં સક્ષમ નથી તો તે કાગળ પર લખીને તેનો ફોટો એપ્લિકેશનમાં અપલોડ કરી શકે છે.

નાગરિક ફરિયાદ કરશે તેની 60 મિનિટમાં જ ટીમ રચાશે અને 100 મિનિટની અંદર તેની ફરિયાદનું નિરાકરણ આવી જશે તેવો દાવો ચૂંટણીપંચે કર્યો છે. નાગરિકને જણાવવામાં આવશે કે તેમની ફરિયાદ પૂર્ણપણે સાચી છે, આંશિક સાચી છે કે પૂરેપૂરી ખોટી છે. તેના પર તરત જ પગલાં લેવામાં આવશે અને લીધેલા પગલાની જાણ પણ તેને કરાશે. ચૂંટણીપંચ દ્વારા અપીલ કરવામાં આવી છે કે મતદાનની પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારના મની પાવર, મશીન પાવર કે અન્ય કોઈપણ પ્રકારનો દૂરુપયોગ થતો જુએ તો તેની ફરિયાદ પણ c-VIGIL app દ્વારા કરી શકાશે.