Not Set/ વડોદરા: શાળાનાં ટોયલેટમાં વિદ્યાર્થી પર ચાકુનાં ઘા મારી કરાઇ કરપીણ હત્યા

વડોદરા ખાનગી શાળામાં વિદ્યાર્થીની કરપીણહત્યા થતા ચકચારમચી ગઈ છે. બરાનપુરમાં આવેલી ભારતી વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની સ્કૂલમાં જ હત્યા કરાયેલી લાશ મળી છે. શાળાનાં ટોયલેટમાં વિદ્યાર્થીની કરપીણ હત્યા સાથી વિદ્યાર્થીએ જ કરી ર્હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતક વિદ્યાર્થીનું નામ દેવ ભગવાનદાસ તડવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્કૂલમાં જ […]

Top Stories Vadodara Trending Videos
ahmedabadschool 2 વડોદરા: શાળાનાં ટોયલેટમાં વિદ્યાર્થી પર ચાકુનાં ઘા મારી કરાઇ કરપીણ હત્યા

વડોદરા ખાનગી શાળામાં વિદ્યાર્થીની કરપીણહત્યા થતા ચકચારમચી ગઈ છે. બરાનપુરમાં આવેલી ભારતી વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની સ્કૂલમાં જ હત્યા કરાયેલી લાશ મળી છે. શાળાનાં ટોયલેટમાં વિદ્યાર્થીની કરપીણ હત્યા સાથી વિદ્યાર્થીએ જ કરી ર્હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

મૃતક વિદ્યાર્થીનું નામ દેવ ભગવાનદાસ તડવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્કૂલમાં જ બે વિદ્યાર્થી વચ્ચે થયેલા ઝઘડામાં વિદ્યાર્થીની હત્યા થઈ છે. હત્યા બાદ લાશને બાથરૂમમાં નાખી દેવામાં આવી હતી.

વિધાર્થિની હત્યા અંગે જાણ થતા પોલીસ સ્કૂલ ખાતે દોડી ગઈ હતી અને એક સ્કૂલ બેગ કબજે કરી હતી. આ સ્કૂલબેગમાંથી એક છરી મળી આવી છે. એફએસએલના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સ્કૂલે વિદ્યાર્થીની હત્યા અંગેની જાણ તેના પરિવારને કરી ન હતી.