Not Set/ કોવિડ ટેસ્ટના ભાવ ઘટાડનાર ત્રીજુ રાજ્ય બન્યુ ગુજરાત, RT-PCR ઘરે બેઠા કરવાનો ચાર્જ આટલો

રાજસ્થાન અને દિલ્હી સરકાર દ્વારા તાજેતરમાં જ કોરોનાના RT-PCR ટેસ્ટ માટેની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.હવે આ બંને રાજયોની જેમ ગુજરાતમાં પણ આ ટેસ્ટ ના ચાર્જ 800 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others
a 11 કોવિડ ટેસ્ટના ભાવ ઘટાડનાર ત્રીજુ રાજ્ય બન્યુ ગુજરાત, RT-PCR ઘરે બેઠા કરવાનો ચાર્જ આટલો

રાજસ્થાન અને દિલ્હી સરકાર દ્વારા તાજેતરમાં જ કોરોનાના RT-PCR ટેસ્ટ માટેની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.હવે આ બંને રાજયોની જેમ ગુજરાતમાં પણ આ ટેસ્ટ ના ચાર્જ 800 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. તેમજ ઘરે બેઠા ટેસ્ટ કરાવવો હશે તો 1100 રૂપિયામાં જ કરાવી શકાશે. જેની અમલવારી આજથી કરવામાં આવશે તેવી જાહેરાત આરોગ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. આ અગાઉ ગુજરાતમાં રાજ્યની ખાનગી લેબોરેટરીમાં RT-PCR તેની કિંમત પંદરસોથી 2000 રૂપિયા જતી હતી.

આ ઉપરાંત આરોગ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે છ દિવસની અંદર કોરોનાના દર્દીઓને સારવારને લગતી પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.અમદાવાદને વધુ 400 નવા બેડ માટેની સુવિધા આપવામાં આવી છે તેમજ દર્દીઓને વેન્ટિલેટર ની જરૂરિયાત કરી રહી છે જેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર તરફથી 82 વેન્ટિલેટરની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા અઠવાડિયા દરમિયાન દર્દીઓને ક્યાં દાખલ કરવા તે અંગે વિકટ સમસ્યા ઉપસ્થિત હતી જેને ધ્યાનમાં લઇને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત લોકોને જરૂર પડે તો 350 કરોડના ખર્ચે બનેલી નવી કિડની હોસ્પિટલને પણ પૂરું નામ બેડ ફાળવવા માટેની તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો : રાજકોટમાં કોરોનાથી વધુ 10ના મોત, કોરોનાના સંક્રમિતો આટલા થયા અને સ્થિતિ કંઈક આવી છે

આ ઉપરાંત રાજ્યમાં આવેલી સિવિલ સંકુલની કિડની હોસ્પિટલોને પણ અત્યાધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવી રહી છે. સિવિલ સંકુલની કિડની હોસ્પિટલમાં પણ 13 હજાર લિટરની ઓક્સિજન ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક દર્દીઓની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મંજુશ્રી કમ્પાઉન્ડમાં આવેલી કિડની હોસ્પિટલ આજથી જ કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ખુલ્લી મુકવામાં આવી છે. ખૂબ જ ટૂંક સમયમાં તેની અમલવારી કરવામાં આવશે.

એન્ટીજન ટેસ્ટને રેપિડ ડાયગ્નોસ્ટિક પણ કહેવાય છે એન્ટ્રન્સ ટેસ્ટ પ્રોસેસ દરમિયાન દર્દીની નમૂના તરીકે લેવામાં આવે છે.આ ટેસ્ટ ની અંદર વ્યક્તિના શરીરમાં વાયરસ છે કે નહીં તે શોધવા આવે છે મોટી સંખ્યામાં ફિઝિશિયન સ્ટેશને ટેકો આપી રહ્યા છે. આ ટેસ્ટ દ્વારા પ્રારંભિક દિવસોમાં સંક્રમણને શોધી કાઢવા અને મેનેજમેન્ટ કરવા માટે ઘણી મદદ મળી રહે છે.

આ પણ વાંચો : કોરોનાની ગાઇડલાઇન્સને લઈ ફ્લાઈંગ સ્ક્વોડ સક્રિય, નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કરી લાલ આંખ

RT-PCR ટેસ્ટ શું છે ?

ICMR એ 23 જૂનના રોજ કુવેદ nineteen નવી બહાર પાડી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલી વ્યક્તિને ખરેખર સંક્રમિત માનવી જોઇએ નહી પરંતુ જો કોઈ વ્યક્તિમાં લક્ષણો દેખાઈ રહ્યા હોય અને રિઝલ્ટ નેગેટિવ હોય તો તેનો PCR ટેસ્ટ કરાવવો જરૂરી છે.

IMCR નિર્દેશિકા પ્રમાણે સંપૂર્ણ પબ્લિક હેલ્થ મશીનરી covid-19 દર્દીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે આવી સ્થિતિમાં SARS-COV-2 પ્રારંભિક સમયમાં જાણવા માટે એન્ટીજન આધારિત એસેજને પોઈન્ટ ઓફ કેર ટેસ્ટ તરીકે કરવો ખૂબ જરૂરી છે.

આ ઉપરાંત SARS-COV-2 પ્રારંભિક સમયમાં જાણવા માટે રીયલ ટાઈમ રિવર્સ ટ્રાન્સક્રિપશન પોલી મેરેજ ચેન રિએક્શન (RT-PCR) ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે.

આ પણ વાંચો : સુરતમાં વધુ રહેલા કોરોના સંક્રમણને લીધે પાલિકા એલર્ટ, લગ્ન મંડપમાં વાર કન્યાનો પણ થઈ રહ્યો છે કોરોના ટેસ્ટ

PCR ટેસ્ટની મદદથી એ બાબતની જાણકારી મળે છે કે દર્દી કે તેના કોન્ટેક્ટમાં આવેલા લોકો સંક્રમિત છે કે નહિં અને તેમને કયા પ્રકારના ક્વોરેન્ટાઇનમાં રાખવાની જરૂરિયાત છે. આ ઉપરાંત ELISAS ટેસ્ટ એપેડેમિયોલોજીસ્ટ માટે જરૂરી છે.જેની મદદથી એ બાબતનો અંદાજ આવે છે કે કેટલા લોકો છે કે જે સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમાંથી એ બાબતની જાણકારી નથી કે કોની ઇમ્યુનિટી હર્ડ હોઈ શકે છે. કોરોનાથી સંક્રમિત અથવા તો જે લોકોને કોઈ વ્યક્તિને આપવામાં આવી છે તે બધાની ઇમ્યુનિટી ચેક કરવાનો અંદાજ આ ટેસ્ટના આધારે મેળવી શકાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…