Not Set/ પાટીદાર ખેડૂત પરિવારને નાતબહાર મૂકાયો, જાણો કેમ

સમાજ સુધારાની વાતો કરતાં સુધારકો અને કહેવાતા જ્ઞાતિનાં આગેવાનોની કથની કરણી અલગ છે. ભચાઉમાં એક પાટીદાર ખેડૂત પરિવારને છૂટાછેડા લીધેલ યુવતીને પ્રેમ કરીને લગ્ન કરતાં નાત બહાર મૂકવામાં આવ્યો છે. અપરિણત પુત્રે સમાજની જ યુવતી હોવા છતાં તમને હથિયારો સાથે મારામારી કરીને પરિવારને ઘર બહાર હાંકી કાઢ્યો છે. છૂટાછેડા લીધેલી યુવતી સાથે કેમ લગ્ન કર્યા […]

Top Stories Gujarat Others Trending
surat 11 પાટીદાર ખેડૂત પરિવારને નાતબહાર મૂકાયો, જાણો કેમ

સમાજ સુધારાની વાતો કરતાં સુધારકો અને કહેવાતા જ્ઞાતિનાં આગેવાનોની કથની કરણી અલગ છે. ભચાઉમાં એક પાટીદાર ખેડૂત પરિવારને છૂટાછેડા લીધેલ યુવતીને પ્રેમ કરીને લગ્ન કરતાં નાત બહાર મૂકવામાં આવ્યો છે. અપરિણત પુત્રે સમાજની જ યુવતી હોવા છતાં તમને હથિયારો સાથે મારામારી કરીને પરિવારને ઘર બહાર હાંકી કાઢ્યો છે.

છૂટાછેડા લીધેલી યુવતી સાથે કેમ લગ્ન કર્યા તેમ કહીને સમાજનાં કહેવાતા આગેવાનોએ  તેમના પર જોરજુલમ ગુજારવાનું શરૂ કર્યું છે. કચ્છ વાગડ લેઉઆ પટેલ સમાજનાં હિરા વાઘા બેરા પટેલનાં બીજા નબંરનાં પુત્ર ભરત યુવતીને લઈને ભાગી ગયો હતો. યુવતીનાં પિતા,કાકા,મામા જેવા કુટુંબીજનો ભરત સાથે યુવતી લગ્ન કરે તે મંજૂર ન હતું. આથી તે યુવતીને લઈને ભાગી ગયો હતો. જેને યુવતીનાં પરિવારજનોએ વટનો પ્રશ્ન બનાવી લીધો હતો અને અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યુ હતું.

તેમની આજીવિકા પણ છીનવી લેવામાં આવી અને ભરતનાં લગ્ન સમાજનાં નિયમોનાં ભંગ સમાન ગણાવી તેમનાં પરિવાર સાથે સમાજનાં લોકોએ કોઈ વહેવાર રાખવો નહીં તેવું ફરમાન બહાર પાડી દીધું છે.

સમાજનાં કહેવાતા આગેવાનોએ એકાવન હજારનો દંડ ફટકાર્યો છે અને તેમને પરિવારને 24 કલાકમાં ઘર છોડી જતાં રહેવાની ધમકી આપી છે. મારામારી અને ધાક-ધમકીથી ડરીને આ પરિવાર ભચાઉ છોડી બીજે જતો રહ્યો. ભરતનાં પરિજનોને આશરો આપતાં તેના કુટુંબીજનો પણ ફફડી રહ્યા છે.

આવા સંજોગોમાં તેમના જીવને જોખમ છે. ત્યારે પોલીસ દરમિનાગીરી કરી સલામતી આપે તેવી પરિવારજનોએ વિંનતી કરી  છે. હાલ ભરતની 75 વર્ષીય વૃદ્ધ માતા સારવાર હેઠળ છે.