Not Set/ ભરૂચ : રાફેલ ડિલ મુદ્દે કોંગ્રેસ દ્વારા ડૉ. બાબાસાહેબની પ્રતિમા પાસે યોજાયો ધરણાનો કાર્યક્રમ

બહુચર્ચિત રાફેલ ડીલ મુદ્દે કોંગ્રેસ દ્વારા ભરૂચમાં ધરણાં કાર્યક્રમ યોજાયો હતો. રેલવે સ્ટેશન સ્થિત ડૉ. બાબાસાહેબ ની પ્રતિમા પાસે કોંગ્રેસે ધરણા કર્યા હતા. અને ‘ગલી ગલી મેં શોર હૈ, ચોકીદાર ચોર હૈ’ ના બેનર સાથે રાફેલ ડીલ મુદ્દે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિએ આપેલા નિવેદનને લઈ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે ભરૂચ જિલ્લા […]

Top Stories Gujarat
bharuch cong fast 3 ભરૂચ : રાફેલ ડિલ મુદ્દે કોંગ્રેસ દ્વારા ડૉ. બાબાસાહેબની પ્રતિમા પાસે યોજાયો ધરણાનો કાર્યક્રમ

બહુચર્ચિત રાફેલ ડીલ મુદ્દે કોંગ્રેસ દ્વારા ભરૂચમાં ધરણાં કાર્યક્રમ યોજાયો હતો. રેલવે સ્ટેશન સ્થિત ડૉ. બાબાસાહેબ ની પ્રતિમા પાસે કોંગ્રેસે ધરણા કર્યા હતા. અને ‘ગલી ગલી મેં શોર હૈ, ચોકીદાર ચોર હૈ’ ના બેનર સાથે રાફેલ ડીલ મુદ્દે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિએ આપેલા નિવેદનને લઈ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

bharuch cong fast e1537870574859 ભરૂચ : રાફેલ ડિલ મુદ્દે કોંગ્રેસ દ્વારા ડૉ. બાબાસાહેબની પ્રતિમા પાસે યોજાયો ધરણાનો કાર્યક્રમ

જે સંદર્ભે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે 2 કલાકનાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ હોદ્દેદારો, શહેર તેમજ તાલુકા કોંગ્રેસના પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતના સભ્યો, યુવા અગ્રણીઓ, સોશિયલ મીડિયા, લોકસરકાર તેમજ એનએસયુઆઇના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.