Not Set/ ભરૂચ: બિરલા સેલ્યુલોઝ કંપની સામે વિરોધ, મની પાવર અને રાજકીય વગના કારણે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે

ભરૂચ, ભરૂચમાં બિરલા સેલ્યુલોઝ કંપની સામે સુરત અને ભરૂચના ખેડૂતોએ વિરોધ કર્યો હતો. હાથમાં કાળા વાવટા અને પ્લે કાર્ડ લઇને કંપની ગેટ બહાર વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભરૂચ જીલ્લાના ખરચ ગામની સીમમાં આવેલ બિરલા સેલ્યુલોઝ કંપની જ્યારથી બની છે ત્યારથી કોઈના કોઈ કારણે વિવાદમાં રહી છે. ભરૂચ અને સુરત જીલ્લાના ખેડૂતોની વાત કરીએ […]

Top Stories Gujarat Others
mantavya 211 ભરૂચ: બિરલા સેલ્યુલોઝ કંપની સામે વિરોધ, મની પાવર અને રાજકીય વગના કારણે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે

ભરૂચ,

ભરૂચમાં બિરલા સેલ્યુલોઝ કંપની સામે સુરત અને ભરૂચના ખેડૂતોએ વિરોધ કર્યો હતો. હાથમાં કાળા વાવટા અને પ્લે કાર્ડ લઇને કંપની ગેટ બહાર વિરોધ નોંધાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભરૂચ જીલ્લાના ખરચ ગામની સીમમાં આવેલ બિરલા સેલ્યુલોઝ કંપની જ્યારથી બની છે ત્યારથી કોઈના કોઈ કારણે વિવાદમાં રહી છે.

mantavya 212 ભરૂચ: બિરલા સેલ્યુલોઝ કંપની સામે વિરોધ, મની પાવર અને રાજકીય વગના કારણે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે

ભરૂચ અને સુરત જીલ્લાના ખેડૂતોની વાત કરીએ તો બિરલા સેલ્યુલોઝ કંપની માલિકો મની પાવર અને રાજકીય વગના કારણે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે.

mantavya 213 ભરૂચ: બિરલા સેલ્યુલોઝ કંપની સામે વિરોધ, મની પાવર અને રાજકીય વગના કારણે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે

શિયાળાની શરૂઆત થતા આ કંપની એટલી હદે હવાનું પ્રદુષણ ઓકી રહી છે કે સ્થાનિકોના પાક અને સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે.

mantavya 214 ભરૂચ: બિરલા સેલ્યુલોઝ કંપની સામે વિરોધ, મની પાવર અને રાજકીય વગના કારણે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે

જયારે જયારે કંપની વિરુધ સ્થાનિકોએ પુરાવા આપ્યા ત્યારે ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ખાસ કરીને ભરૂચ જીલ્લાના હાંસોટ અને સુરતના ઓલપાડ તાલુકાના ગામડાના લોકો પરેશાન થઇ બિરલા કંપની સામે કાળા વાવટા ફરકાવી અને વિરોધ કરતા બેનરો સાથે કંપની વિરુધ સુત્રોચાર કર્યો હતા.