Not Set/ ભરૂચ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દુષ્કર્મ-હત્યાના આરોપીને ફટકારી ફાંસીની સજા

ભરૂચ, 2016માં જંબુસર તાલુકાના પીલુદ્રા ગામે રહેતા આરોપી શંભુભાઈ રાયસંગ ભાઈ પઢીયારએ ચાર વર્ષનું બાળક પોતાના ઘર પાસે રમતો હતો ત્યાંથી તેને આઈસ્ક્રીમ ખવડાવવાના બહાને ગામ તળાવ પાસે આવેલ પીરની દરગાહ પાછળ બાવળની ઝાડીઓમાં લઇ ગયેલ અને ત્યાં તેની સાથે સૃષ્ટી વિરુદ્ધ દુષ્કર્મ આચરી ગળું દબાવી કુરતા પૂર્વક હત્યા કરી હતી. આ હેવાનિયત ભરી ઘટના […]

Top Stories
IMG 20180426 WA0003 ભરૂચ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દુષ્કર્મ-હત્યાના આરોપીને ફટકારી ફાંસીની સજા

ભરૂચ,

2016માં જંબુસર તાલુકાના પીલુદ્રા ગામે રહેતા આરોપી શંભુભાઈ રાયસંગ ભાઈ પઢીયારએ ચાર વર્ષનું બાળક પોતાના ઘર પાસે રમતો હતો ત્યાંથી તેને આઈસ્ક્રીમ ખવડાવવાના બહાને ગામ તળાવ પાસે આવેલ પીરની દરગાહ પાછળ બાવળની ઝાડીઓમાં લઇ ગયેલ અને ત્યાં તેની સાથે સૃષ્ટી વિરુદ્ધ દુષ્કર્મ આચરી ગળું દબાવી કુરતા પૂર્વક હત્યા કરી હતી.

આ હેવાનિયત ભરી ઘટના ભરૂચના જંબુસરના પીલુન્દ્રા ગામે એપ્રિલ 2016માં બની હતી. મહાદેવ મંદિરના પુજારી પ્રવિણગીરી ગોસાઈના પુત્રને આરોપી શંભુ રાયસંગભાઈ પઢીયારે આઈસ્ક્રીમની લાલચ આપીને ગામના તળાવ પાસે આવેલ દરગાહ પાછળ ઝાડીઓમાં બાળકને લઈ ગયો હતો. આરોપીએ પ્રવિણગીરી ગોસાઈના પુત્ર સાથે પહેલા દુષ્કર્મ કર્યું તે પછી બાળકનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. આં સમગ્ર ઘટનાની જાણ થતા ગામમાં ચકચાર મચી ગઈ હતી.

પ્રવિણગીરી ગોસાઈના પુત્રની દરગાહ પાછળથી નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી અને તેના ગાલ પર બચકું ભર્યાના નિશાન પણ સાફ સાફ દેખાઈ રહ્યા હતાં. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે આરોપીની પકડવાની કવાયત હાથ ધરી હતી થોડાક સમયમાં બાળક સાથે દુષ્કર્મ કરનાર શંભુ પઢીયારની પોલીસે ધરપકડ કરી લીધી હતી.

પોલીસ સ્ટેશનના ચોપડે નોંધેલ આરોપી વિરુદ્ધ ઈ.પી.કો કલમ 302 તથા કલમ 4 અને 6 મુજબનો ગુનો નોધી આરોપી વિરુધ ચાર્જશીટ તૈયાર કરી ભરૂચના એડીશનલ જજ એચ.એ દવેની કોર્ટમાં ચાલવા માટે આવેલો. તેમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ શ્રી. આર. જે. દેસાઈનાએ હાજર થઈ સદરહુ કેસ ચલાવેલ જેમાં મૌખિક દસ્તાવેજી પુરાવાને આધારે અંતે સરકારી વકીલ આર.જે.દેસાઈ નાઓની દલીલો ગ્રાહ્ય રાખવામાં આવેલ અને સ્પેશિયલ પોક્સો જજ એચ.એ.દવે દ્વારા આરોપી શંભુભાઈ રાયસંગભાઈ પઢીયાર પર ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ ફાસીની સજા તથા કલમ 364 હેઠળ 10 વર્ષની સજા અનેરૂપિયા 10,000 દંડ અને જો દંડના ભરે તો વધુ એક માસની કેદ સજા ભોગવવાનો હુકમ તેમજ બાળકોને જાતીય હિંસા માંથી રક્ષણ આપતા કાયદાની કલમ 6 હેઠળ આજીવન કેદની સજા કરવામાં આવી છે.