ભાવનગરમાં એક કરુણ દુર્ઘટનામાં યુવકનું મોત નીપજ્યું છે.ભાવનગરમાં ડીઝલની ટાંકીને વેલ્ડિંગ કરતાં બ્લાસ્ટ થયો હતો. જેમાં યુવકનુ મોત નીપજ્યુ હતુ. નિર્મળનગર પાસે ગેસ વેલ્ડિંગની દુકાને આ ઘટના બનવા પામી હતી.વેલ્ડીંગમાં બ્લાસ્ટ થતા યુવક ગંભીર રીતે ઘવાયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસડવામાં આવ્યો હતો.યુવકનુ મૃત્યુ થતા પરીવારજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
