Not Set/ ભાવનગર – અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ માટે પાટીદાર સમાજે કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું

મંતવ્ય ન્યૂઝ, ભાવનગર કલેકટર કચેરી ખાતે પાટીદાર સમાજ દ્વારા અલ્પેશ કથિરિયાને જેલમુક્તિની માંગને લઇને આવેદન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં પાસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ છે. જેને લઇને ફરી એક વખત પાસના આગેવાનોએ અલ્પેશ કથિરીયાને જેલમુક્તિ મળે તે માટે […]

Gujarat Others
અલ્પેશ કથિરીયા જામીન મુક્તિ ભાવનગર - અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ માટે પાટીદાર સમાજે કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું

મંતવ્ય ન્યૂઝ,

ભાવનગર કલેકટર કચેરી ખાતે પાટીદાર સમાજ દ્વારા અલ્પેશ કથિરિયાને જેલમુક્તિની માંગને લઇને આવેદન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં પાસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ છે. જેને લઇને ફરી એક વખત પાસના આગેવાનોએ અલ્પેશ કથિરીયાને જેલમુક્તિ મળે તે માટે કમર કસી છે.

લોકસભા ચુંટણી નું મતદાન પૂર્ણ થતા ફરી પાટીદારો દ્વારા તેમની મુક્તિની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રહ્યા છે. ત્યારે આજે ભાવનગર કલેકટર કચેરી ખાતે ચીટનીશ ટુ કલેકટરને પાટીદારોએ આવેદનપત્ર પાઠવી જેલમાં રહેલા અલ્પેશ કથીરિયાને મુક્ત કરવાની માંગ કરી હતી.જ્યાં ગોપાલ ઈટાલીયા પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પાટીદારો દ્વારા પીયુષ કાકડિયાને પોલીસ દ્વારા માર મારવાની ઘટનામાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે અને જો તંત્ર કાર્યવાહી નહિ કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી છે.