Not Set/ નાની વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, ત્રણ લોકો પર હિંસક હુમલો

ભુજ તાલુકાના સુખપર ગામે બુધવારના રોજ સવારે નવ વાગ્યે જૂની અદાવતમાં લેઉવા પટેલ સમાજના એક ખેડૂત પરિવારની ત્રણ મહિલા સહિત નવ લોકોએ સમાજના અન્ય ખેડૂત પરિવારના ત્રણ જણાં પર ધોકા-લાકડીઓ વડે માથામાં હિંસક હુમલો કર્યો હોવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં ત્રણેયને ગંભીર ઈજાઓ થતાં તેમને ભુજ જી.કે.જનરલ હોસ્પિટલે ખસેડાયાં છે. ઘાયલોમાં […]

Gujarat
1ae2d824 19d1 4d58 91c9 24d6ee7a0775 નાની વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, ત્રણ લોકો પર હિંસક હુમલો

ભુજ તાલુકાના સુખપર ગામે બુધવારના રોજ સવારે નવ વાગ્યે જૂની અદાવતમાં લેઉવા પટેલ સમાજના એક ખેડૂત પરિવારની ત્રણ મહિલા સહિત નવ લોકોએ સમાજના અન્ય ખેડૂત પરિવારના ત્રણ જણાં પર ધોકા-લાકડીઓ વડે માથામાં હિંસક હુમલો કર્યો હોવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં ત્રણેયને ગંભીર ઈજાઓ થતાં તેમને ભુજ જી.કે.જનરલ હોસ્પિટલે ખસેડાયાં છે. ઘાયલોમાં સુખપર ગામના પ્રવિણ પ્રેમજી વાઘજીયાણી (ઉ.વ.30), કાનજી રામજી વાઘજીયાણી (ઉ.વ.60) અને પ્રેમજી રામજી વાઘજીયાણી (ઉ.વ.52)ને ઈજા થઇ હતી.

સુખપર જૂનાવાસમાં રહેતાં ઈજાગ્રસ્તોએ હોસ્પિટલમાં પોલીસને આપેલી પ્રાથમિક વિગતો અનુસાર આજે સવારે મોચીરાઈ રોડ પર આવેલી પ્રેમજી શામજીભાઈની વાડી પર હુમલાનો બનાવ બન્યો હતો. રસ્તાની જૂની અદાવતમાં ગામના શિવજી કરસન વાઘજીયાણી, ખીમજી કરસન વાઘજીયાણી, વિશ્રામ કરસન વાઘજીયાણી, દેવજી કરસન વાઘજીયાણી, પૂરબાઈ શિવજી વાઘજીયાણી, પૂરબાઈ વિશ્રામ વાઘજીયાણી, માનબાઈ ખીમજી વાઘજીયાણી અને તેમની સાથે રહેલાં અન્ય બે અજાણ્યા ઈસમોએ તેમના પર લાકડીઓ-ધોકા વડે હુમલો કર્યો હતો.

આરોપીઓએ હિંસક હુમલા સાથે સોનાના મંગળસૂત્ર, પાંચ તોલાની સોનાની ચેઈન અને 24 હજાર રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની પણ લૂંટી લીધા હતા. વાડીમાં આવવા-જવાના રસ્તા મુદ્દે આ હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં માનકુવા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે.