Not Set/ લોકસભાની તૈયારીઓનો ધમધમાટ, કોંગ્રેસના હલકી ગુણવત્તાના નિવેદનો: જીતુ વાઘાણી

ગાંધીનગર, ગાંધીનગર કમલમ ખાતેથી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ મારી સામે વિવાદ ઉભો કરવા પ્રયાસ કરી રહી છે. મારા નિવેદનનું અર્થઘટન ખોટી રીતે કરવામાં આવ્યું છે, ત્યારે નિવેદનોના ખોટા અર્થઘટન ના કરવા અનુરોધ કર્યો હતો. રાધનપુરમા ભાજપ યુવા સમેલનમાં સંબોધન દરમિયાન ગુજરાત ભાજપ […]

Top Stories Gujarat
mantavya 532 લોકસભાની તૈયારીઓનો ધમધમાટ, કોંગ્રેસના હલકી ગુણવત્તાના નિવેદનો: જીતુ વાઘાણી

ગાંધીનગર,

ગાંધીનગર કમલમ ખાતેથી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ મારી સામે વિવાદ ઉભો કરવા પ્રયાસ કરી રહી છે. મારા નિવેદનનું અર્થઘટન ખોટી રીતે કરવામાં આવ્યું છે, ત્યારે નિવેદનોના ખોટા અર્થઘટન ના કરવા અનુરોધ કર્યો હતો. રાધનપુરમા ભાજપ યુવા સમેલનમાં સંબોધન દરમિયાન ગુજરાત ભાજપ પ્રમુખ વાઘાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી.

આ ટિપ્પણીને લઇને રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વાઘાણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે વિવાદ બાદ વાઘાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ ખોટી રીતે વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મારો કહેવાનો અર્થ માત્ર વીઆઇપી કલ્ચર હોવાનો હતો. જો કે વાઘાણીએ સાથે જણાવ્યું કે ભૂતકાળમાં મારી માતા અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોંગ્રેસના નેતાઓ દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ નિવેદન આપ્યું હતું, ભરત પંડ્યાએ જણાવ્યું કે, સોમવારે દિવસ દરમિયાન જુદી-જુદી સંગઠનાત્મક બેઠકો યોજાઇ હતી, જેમાં અલગ-અલગ મોરચા, સેલ તથા જિલ્લા સ્તરનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે.

બેઠક માં 31 જાન્યુઆરી સુધીમાં 583 મંડળોની 268 સ્થાને બેઠક પૂર્ણ કરવા સૂચન અપાયું. 7 મોરચાના અધ્યક્ષો સાથે પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીની બેઠક યોજાઈ હતી.

જેમાં અત્યાર સુધી થયેલા કાર્યક્રમો અંગે રિપોર્ટિંગ લેવાયું હતું. 2019 માં ગુજરાત ની 26 લોકસભા જીતવાના સંકલ્પ સાથે રોડમેપ અંગે ચર્ચા થઈ હતી.