કડી,
પુલવામામાં થયેલા આંતકવાદી હુમલાને લઇને દેશના લોકો શોકમાં ડૂબેલા છે. ત્યારે દરેક શાળા, કોલેજ,તથા દરેક જગ્યાએ શહીદોને શ્રધ્ધાજંલિ પાઠવવામાં આવી રહી છે.
ત્યારે કડીમાં કમલમ પાર્ટી પ્લોટ ખાતે લગ્ન પ્રસંગમાં આવેલ 3000 લોકોએ શહીદો માટે બે મિનિટનું મૌન પાળ્યુ હતુ. કડીમાં રહેતા યજ્ઞેશભાઈ આચાર્યના સુપુત્ર સંકેત આચાર્ય, કનુભાઈ આચાર્યના સુપુત્ર ઉત્સવ આચાર્ય તથા ચંદ્રકાંત આચાર્યના સુપુત્ર નિશિત આચાર્યના લગ્ન પ્રસંગે આવેલ લોકોએ શહીદો માટે કેન્ડલ પ્રગટાવી શ્રધ્ધાજંલિ આપી હતી. કડીમાં આવેલ કમલમ પાર્ટી પ્લોટ ખાતે 3000 લોકોએ શહીદોને ભાવુક શ્રધ્ધાજંલિ આપીને શોક વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પુલવામામાં આતંકવાદી હુમલાને લઇને દેશભરના લોકો શહીદોને શ્રધ્ધાજંલિ પાઠવી રહ્યા છે. ત્યારે શહીદોના પરિવારજનોને આર્થિક સહાય કરવા માટે લોકો સોશિયલ મીડીયાના મારફતે પણ યોગદાન આપી રહ્યા છે.