Not Set/ કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડને લઈને રાજકારણ ગરમાયું, જીતું વાઘાણીની પ્રતીક્રીયા આવી સામે

ગાંધીનગર, વિધાનસભા અધ્યક્ષ રાજેંન્દ્ર ત્રિવેદીએ ખનીજ ચોરી મામલે તાલાલાના કોંગ્રેસનાં ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યાં છે.  1 માર્ચના રોજ સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને 1995ના ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ 9 માસની સજા ફટકારી હતી. લગભગ 24 વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે બારડ સામે 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે હાલ […]

Top Stories Gujarat
mantavya 112 કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડને લઈને રાજકારણ ગરમાયું, જીતું વાઘાણીની પ્રતીક્રીયા આવી સામે

ગાંધીનગર,

વિધાનસભા અધ્યક્ષ રાજેંન્દ્ર ત્રિવેદીએ ખનીજ ચોરી મામલે તાલાલાના કોંગ્રેસનાં ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યાં છે.  1 માર્ચના રોજ સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને 1995ના ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ 9 માસની સજા ફટકારી હતી. લગભગ 24 વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે બારડ સામે 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

ત્યારે હાલ આ મામલે રાજકારણ ગરમાયું છે, ભાજપ કોંગ્રેસ એકબીજા પર વારપ્રહાર કરી રહી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યને અદાલતે એક કેસમાં 3 વર્ષની સજા ફરમાવી છે.

જેથી વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તેમને સમસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દરમિયાન અગાઉ ખનીજ ચોરીના કેસમાં સ્થાનિક અદાલતે ભાજપના તત્કાલિન મંત્રી બાબુ બોખીરિયાને કસુરવાર ઠરાવીને સજા ફરમાવી હતી.

તે વખતે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ન હતા. જયારે કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કરવા રાજકારણ ગરમાયું છે. ત્યારે ગુજરાત પ્રદેશમાં પ્રમુખ જીતુ વાધાણીએ સ્પીકર કોઈ પક્ષના નહીં હોવાનું જણાવીને બચાવ કર્યો હતો.