ગુજરાત ભાજપમાં ચાલતો ડખ્ખો હવે સપાટીએ આવી ગયો છે. વિધાનસભા સત્રની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે ત્યારે ભાજપમાં ચાલતા આંતિરક વિવાદ હવે સપાટી પર આવી પહોચ્યો છે. એક તરફ કોંગ્રેસ દ્વારા પ્રજાના કામ અને પડતર પ્રશ્નો મંગાવી તેને વિધાનસભામાં રજુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે સત્તાધીન ભાજપ સરકારના જ ધારાસભ્ય દ્વારા કામ નહિ થવાના કારણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપવાથી રાજકારણ ગરમાયું છે. પોતાના મત વિસ્તારમાં કામ ન થતું હોવાનો આક્ષેપ તેઓએ લગાવ્યો છે અને રાજીનામું ધરી દીધું છે. ઉલ્લેખનીય છે કે તેઓ અગાઉ એક વખત અપક્ષની સીટ પરથી પણ ચૂંટાઈ આવ્યા હતા.
ભાજપે તેમની 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ટીકિટ આપી હતી અને તેઓ જીત્યા હતા. તેઓના રાજીનામાને લઈને સરકાર પર જ સવાલ ઉભા થઈ રહ્યાં છે. ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ભાજપના ધારાસભ્ય જો એમ કહીને રાજીનામું આપી દે કે પોતાના મતવિસ્તારમાં કામ નથી થતા તો તેના પર રાજનીતિ થવાની જ છે. આમ હવે આ વાત અંગે ભાજપના શું ખાલસા આવે છે તેની તરફ દરેકની નજરો મંડાયેલી છે.
https://www.facebook.com/mantavyanews/videos/1918292821647610/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
